લગ્નમાં હવામાં ફાયરિંગ કરવું પડ્યું ભારે - At This Time

લગ્નમાં હવામાં ફાયરિંગ કરવું પડ્યું ભારે


જસદણ તાલુકાના કોઈ ગામના લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતા હોય તેવો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આટકોટ પોલીસ તપાસ કરતા જેને જાણવા મળેલ કે સાણથલી ગામે દિલીપભાઈ જેબલિયાના ઘરે લગ્ન પ્રસંગ હોય જેમાં ગઈકાલ 11 ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે આશરે 12 વાગ્યાના આસપાસ સાણથલી ગામે ભુપતભાઈ જબલિયા ના રહેણાંક મકાનની સામે જાહેરમાં રાજકોટથી લગ્નમાં આવેલ મહેમાન આદિત્ય ભાવેશભાઈ વાઘેલાએ દિલીપભાઈ જેબલિયાની લાયસન્સ પરવાના વાળી બાર બોર ગનમાંથી લગ્ન પ્રસંગમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યો હતો તે બાબતે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.