રાજકોટમાં સતત ત્રીજા સપ્તાહે શરદી-ઉધરસનાં 1025 કરતા વધુ કેસ નોંધાયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાં વધુ 1-1 કેસ
શહેરમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે અને મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં સતત ત્રીજા સપ્તાહે શરદી-ઉધરસનાં 1025 કરતા વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેંગ્યુ અને ચિકનગુનિયાનાં વધુ 1-1 કેસ સહિત વિવિધ રોગોનાં મળી કુલ 1372 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જાહેર થયેલા આંકડા મનપાનાં આરોગ્ય કેન્દ્રોનાં છે. જો ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા 5 હજારથી વધુ હોવાની શક્યતા નકારી શકાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.