શહેરમાં જુગારીઓ પર પોલીસ તૂટી પડી: ચાર દરોડામાં સાત મહિલા સહિત 40 શખ્સો ઝડપાયા
શહેરમાં જાહેરમાં અને બંધબારણે ચાલતાં જુગાર ધામમાં પોલીસ તૂટી પડી હતી અને ચાર દરોડા પાડી પોપટપરામાં રઘુનંદન સોસાયટી, રેલનગરમાં પાણીના ટાંકા પાસે, કોઠારીયા ગામમાં અને આંબેડકર નગર શેરીમાંથી જુગારધામ પકડી સાત મહિલા સહિત 40 શખ્સોને ઝડપી કુલ રૂ.6.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલિંગમક હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અમીતભાઈ અગ્રાવત, કિરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ નગીનભાઇ ડાંગરને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોપટપસ રઘુનંદન સોસાયટી, શેરી નં.2/4 માં રહેતાં
કાસમ ઉર્ફે કીડી ખમીસાભાઈ જુણાયના મકાનમાં ચાલતાં જુગારમાં દરોડો પાડી સચીન ઉર્ફે લાલો સંજય વધીયા, સબ્બીર ઉર્ફે જાખર સીદીક જુણેજ, નવઘણ ઉર્ફે રાજ મહેશભાઈ દારોદ્ર, રાધીકા ઉર્ફે તોફાની રાધા હર્ષદ ધામેચા, નયનાબેન બાજુ ગીલવા અને મનીષા ઉર્ફે ડોલી રસિક વૈષ્ણવને દબોચી રોકડ રૂ.2.40 લાખ અને આઠ મોબાઈલ ફોન મળી રૂ.5.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વમીને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેલનગરમાં સંતોષીનગર મેઇન રોડ પાણીના ટાંકાની પાસેથી અંદર-બહારનો જુગાર રમતા રાકેશ મગન મકવાણા (રહે.પોપટપરા શેરી નં.14), કમલેશ ગાંડુ પરમાર (રહે.સંતોષીનગર મફતીયાપરા રેલનગર પાણીના ટાંકાની પાસે), રોશન સેવારામ ભદલાણી (રહે- રેલનગર સાધુવાસવાણી કુંજ), અમિત સુરેશ કુશવાહા (રહે- પોપટપરા મેઇન રોડ જીલ્લા જેલ પાસે), લાલા દાનજી કુકાવા (રહે. રૈયા ગામ આલાગ ગ્રીન સીટીની સામે આર.એમ.સી. ક્વાર્ટર), કમલેશ મોહન પંજાબી (રહે- પોપટપરા શેરી નં.15), કિશોર પ્રાગજી ઝાલા (રહે- રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ), યોગેશ મધુકર ભામરે (રહે- રેલનગર ક્ષત્રપતિ શિવાજી ટાઉનશીપ), મહેન્દ્ર સાહેબરાવ પાટીલ (રહે- રેલનગર પોપટપરા ડો. હેડગેવાર ટાઉનશીપ), મુકેશ લાલસિંગ ગણાવા (રહે. મનહરપુર-2 સુંદરમ ગોલ્ડ પાસે ઝુંપડામાં), અશ્વીન કાનજી ડાભી (રહે- સંતોષીનગર મફતીયાપરા રેલનગર) , કિશોર ભુપત જીજુંવાડીયા , અશ્વીન ધનજી જાખેલીયા, નિર્મલદીપ વરૂણદીપ, પ્રતિક અમૃત અધોલા, સંજય હરી વાધેલા, રવિ મનહર ચૌહાણ, રમેશ પુરબીયા, રિતેશ જગદીશ સોલંકી અને સંજય બધા ચાવડાને પકડી રૂ.33 હજારની રોકડ કબ્જે કરી હતી.
ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા રોડ પર ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતાં હંસાબેન કાનજી ચાવડાના મકાનમાં બંધ બારણે ચાલતાં જુગારમાં દરોડો પાડી જુગાર રમતાં હંસાબેન, અંસોયાબેન રાજુભાઈ ચાવડા, પ્રભાબેન રસીક ગણોદિયા, મંજુબેન મનસુખ પાડવી, રાજેશ મનસુખ પાડવી, પરેશ ભીખા પીપળીયા અને મનસુખ ચના ખસીયાને પકડી રૂ.5800 ની રોકડ કબ્જે કરી હતી. ચોથા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આંબેડકરનગર શેરી નં.11 માં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતાં નરેન્દ્ર ગોપાલ ચાવડા, અનીલ મુકેશ પરમાર, અશોક ગાંગજી પરમાર, હરેશ રાઘવ ચુડાસમા, આશીષ મહેન્દ્ર પારેખ અને ચંદુ દેસા બગડાને પકડી રૂ.14900 ની રોકડ કબ્જે કરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.