ઉમરાળા તાલુકામાં ખેત પેદાશોના ભાવ સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયુ
ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરાળા તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નો અને લોકોને પડતી હાલાકી સંદર્ભે કેન્દ્ર તથા રાજ્ય સરકારને આવેદન પત્ર આપીએ છીએ અને નીચેના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નીચેના મુદ્દાઓનું નિરાકરણ લાવશો તેવી માંગ સાથે ઉમરાળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું(૧)ઉમરાળા તાલુકો હંમેશના માટે ખેતી પ્રધાન રહ્યો છે તેથી ઉમરાળા તાલુકામાં મોટા ભાગે લોકો ખેતી સાથે જોડાણેલા રહ્યા છે ત્યારે ખેડૂતના અનેક પ્રશ્નો રહેલા છે જેમ કે ખાતરનો અસહ્ય ભાવ વધારો ખેતીવાડીમાં રાત્રીની જગ્યાએ માત્ર દિવસે વીજળી આપવી કપાસના પાકની ટેકાના ભાવે ખરીદી કરવી કપાસનો ભાવ પડતર કરતા ઓછો મળે છે કમોસમી વરસાદને કારણે કપાસના પાકમાં આવેલ નુકશાની પાક વીમા યોજના હેઠળ ચૂકવી આપવાની માંગ કરવામાં આવી(૨)પેટ્રોલ ડીજલ અને રાધણ ગેસના ભાવ અન્ય રાજ્યો કરતા વધારે હોય તેથી ગુજરાતમાં ગેસના બાટલાના ભાવમાં રાહત આપવા માંગ છે(૩)ઉમરાળા તાલુકાના મોટા ભાગના ગામોમાં પીવાનું પાણી અનિયમીત ૮ થી ૧૦ દિવસે આવે છે તેથી તાત્કાલિક અસરથી ઉનાળાને ધ્યાનમાં રાખી રોજ રોજ પાણી મળે તેવી વ્યવસ્થા કરાવી આપવા માંગ છે(૪)ઉમરાળા તાલુકામાં આવેલ કાળુભાર સિંચાઈ યોજનાની ખેડૂતો માટેની માઈનોર કેનાલ ઘણા વર્ષોથી ટૂટી ગયેલ હોય તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા રજૂઆત છે તેને તાત્કાલિક અસર થી અમલ કરાવવો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.