રાજકોટ સિવિલમાં એક દર્દીને બીજા દર્દીનું લોહી ચડાવતાં ડોક્ટર 7 દિવસ માટે સસ્પેન્ડ, ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલાયો
રાજકોટ સિવિલમાં ગત તા. 19 જાન્યુઆરીના રોજ ટ્રોમા સેન્ટરના ત્રીજા માળે દાખલ 62 વર્ષના દર્દીને O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરે સારવાર દરમિયાન બેદરકારી દાખવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ બાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા તપાસ કમિટી રચવામાં આવી હતી અને એનો રિપોર્ટ આવતાં જ ડોક્ટર ચિરાગ વાઘેલાને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.