ચાલુ વાહને થૂંકતા વધુ 15 બંધાણીને દંડ: 20 સ્થળે સફાઇના ધાંધીયા દેખાયા - At This Time

ચાલુ વાહને થૂંકતા વધુ 15 બંધાણીને દંડ: 20 સ્થળે સફાઇના ધાંધીયા દેખાયા


રાજકોટ શહેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એક હજાર સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં ગંદકી કરતા લોકોને પકડવામાં આવી રહ્યા છે. ગઇકાલે એક દિવસમાં વધુ ૧પ લોકોને જાહેરમાં થૂંકતા પકડીને દંડ કરાયો છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના એક હજાર કેમેરા દ્વારા કચરો ફેંકતા, જાહેરમાં ન્યુસન્સ કરતા અને થૂંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી ચાલે છે. ગઇકાલે જુદા જુદા રોડ પર આવા 1પ વાહન ચાલકોને કેમેરામાં ટ્રેસ કરીને ઇ-મેમો મોકલવામાં આવ્યા છે. ૧૨૫૩ લોકેશન પર સુપરવિઝનમાં 20 સ્થળે સફાઇ નહીં થયાનું ધ્યાન પર આવતા સેનેટરી ઇન્સ.ને રીપોર્ટ મોકલી ર4 કલાકમાં ફરિયાદનો નિકાલ કરાવવામાં આવ્યો હતો. કમિશનર આનંદ પટેલની સૂચનાથી આ કાર્યવાહી કમાન્ડ સેન્ટર કરી રહ્યું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.