જલ્યાણ પાર્કમાં નિવૃત રેલ્વે ગાર્ડના મકાનમાં તસ્કરો ત્રાટકયા: દાગીના-રોકડની ચોરી
જલ્યાણ પાર્કમાં રહેતાં નિવૃત રેલ્વે ગાર્ડના મકાનમાં તસ્કરોએ ત્રાટકીને સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ।.95 લાખનો મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે બજરંગવાડી સર્કલ પાસે જલ્યાણ પાર્કમાં રહેતાં જયંતીલાલ કેશવલાલ શર્મા (ઉ.વ.65) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રેલ્વેમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતાં અને હાલ નિવૃત જીવન ગાળે છે. તેઓ તેના પત્ની સાથે વતન રાજસ્થાનમાં ચિતોડગઢ પાસે આવેલ નંદવાઇ ગામ ગઇ તા. 26/11/2023 ના માતાની તબીયત સારી ના હોઇ જેથી ગયેલ હતા અને ઘરની ચાવી પાડોશી ગંભીરસિંહ જાડેજાને આપેલ હતી.
ગઇ તા.04/01/2024 ના પાડોશી ગંભીરસિંહ જાડેજાનો ફોન આવેલ કે, તમારા ઘરમા ડેલીનુ તાળુ તુટેલ અને સામાન વેર-વિખેર પડ્યો તેમજ ચોરી થયેલ હોવાની વાત કરતાં બીજા દિવસે તેઓ ઘરે આવેલ અને જોયુ તો મકાનની અંદરના દરવાજાનુ તાળુ તુટેલ અને સામાન વેર વિખેર પડેલ હતો. તેમજ ઉપરના માળે પણ સામાન વેર વિખેર પડેલ હોઇ અને રૂમમા અંદરનો કબાટ ખુલ્લો હતો.કબાટના અંદરના લોકરમા રાખેલ સોના-ચાંદીના દાગીના જેમાં સોનાનો સેટ રૂ।5 હજાર, સોનાની જુમ્મટ બુટી રૂ। હજાર, ચાંદીનો ચેઇન, એક જોડી ચાંદીના પાયલ, સોનાની વીંટીઓ 6, ચાંદીના કડા, ચાંદીની લકી, સોનાની વાળી, સોનાના ચેઇન, સહિત રોકડા રૂ।5 હજાર મળી કુલ રૂ।.95 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.