વિકાસ માનતો નથી. પવનચક્કી નું કામ કરતી વિન્ડફાર્મ કંપની સામે નવ ગુના ઓ નોંધાયા છતાં વિન્ડફાર્મ વેગ માં કોનું પીઠબળ ?
વિકાસ માનતો નથી. પવનચક્કી નું કામ કરતી વિન્ડફાર્મ કંપની સામે નવ ગુના ઓ નોંધાયા છતાં વિન્ડફાર્મ વેગ માં કોનું પીઠબળ ?
અમરેલી જિલ્લા માં વનવિભાગ ની રક્ષિત જમીનો માં ગેરકાયદેસર રીતે ઉભી થતી વિન્ડફાર્મ કંપની ની પવનચક્કી સામે વન અધિનિયમ ૧૯૨૭ ની જોગવાઈ હેઠળ પાંચ ફરિયાદ છતાં વિન્ડફાર્મ કંપની વેગ માં કોનું પીઠબળ હશે ? મુખ્ય વન સંરક્ષકથી વન્યપ્રાણી વર્તુળ,જુનાગઢના પત્ર ક્રમાંક:-બ/જમન ટે.૧૫/૯૦૨૭ તા.૨૨/૧૨/૨૦૨૩ તા.૩૦/૧૦/૨૦૨૩ થી માન. મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરને ઉદેશીને કરેલ રજુઆતમાં વીન્ડ ફાર્મ દ્વારા ગેરરીતી કરી પવનચક્કી ઉભી કરવા ના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર સહિત સ્થાનિક અનેકો NGO ના પત્ર અને રજૂઆતો પછી પણ વિન્ડફાર્મ ના કામો બેરોકટોક ચાલી રહ્યા છે અમરેલી જીલ્લામાં વિન્ડફાર્મના કામ કરતી કંપનીઓ જેવી કે,કિલન મેકસ, આઇનૉકસ,સિમન્સ એનર્જી દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર વિન્ડફાર્મના કામોમાં ગભીર ક્ષતિઓ ગેરરીતીઓ આચરતા હોય આ કંપનીઓ ઉપર જરૂરી કાર્યવાહી થવા ગેરરીતિ બાબતે ની રજુઆત માં જણાવેલ આ અંગેના વિભાગ દ્વારા ઉકત રજુઆતમાં ગેરરીતી કરેલ કિલન મેકસ આઇનોસ, સિમન્સ એનર્જી દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર વિન્ડફાર્મના કામોમાં ગંશીર ક્ષતિઓ/ગેરરીત બાબતે વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષ દરમ્યાન ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ની કલમોના ભંગ બદલ કુલ પાંચ ગુન્હાઓ નોંધવામાં આવેલ તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં પણ ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ની કલમોના ભંગ બદલ કુલ ચાર ગુન્હાઓ નોંધવામાં આવેલ કુલ ૯(નવ) ગુન્હાઓ નોંધાયેલ છે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ઘરવામાં આવી રહેલ છે ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ઠુંમર ને જાણ કરતો પત્ર પાઠવ્યો છે વન વિભાગ અને ઠુંમર પર્યાવરણ પ્રકૃતિ રક્ષા નું કામ કરતી સંસ્થા સહિત ની રજૂઆતો પછી વિન્ડફાર્મ સામે કાર્યવાહી થશે કે કેમ ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.