નેત્રંગ રાજપારડી ત્રણ રસ્તા ખાતેથી ચોરાયેલા મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલતી નેત્રંગ પોલીસ સ્ટેશન ટીમ
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
નેત્રંગ ટાઉનમાં ગત તા.૧૨/૦૧/૨૦૨૪ નાં રોજ રાજપારડી ત્રણ રસ્તા ઉપર આવેલ રાજસ્થાન ઢાબા ચા નાસ્તાની દુકાન ઉપરથી ફરીયાદી રોહન વસંત સાલવીનો રિયલમી-૬ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જે.ની.કિ.રૂ. ૧૬,૦૦૦/- ની ચોરી થઈ હતી. જે બબાતે પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહીલ દ્રારા અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ અર્થે આગળની વધુ તપાસ હાથ ધરી હતી .
જેમાં હ્યુમન ટેક્નોલોજી તથા ટેકનિકલ સર્વેલન્સના નેત્રંગ પોલિસ સ્ટેશનના અ.પો.કો.ચંપકભાઇ દ્રારા સતત ટેક્નીકલી તપાસ કરતા ચોરાયેલ મોબાઇલ ફોન એકટીવ થતા જ મોબાઇલ નેત્રંગ તાલુકાના શણકોઇ ગામ ખાતે હોવાનું જણાય આવતા પોલીસ માણસો સાથે શણકોઇ ગામે જઇ તપાસ કરી આરોપી પકડી પાડી ચોરાયેલા રિયલમી-૬ એન્ડ્રોઇડ મળી આવ્યો હતો. આમ નેત્રંગ પોલીસ ટીમ દ્વારા ચોરાયેલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.