૪૫ દિવસમાં પેમેન્ટની શરતનો વિરોધ કરવા વેપારીઓ બંધ પાળશે
૪૫ દિવસમાં પેમેન્ટની શરતનો વિરોધ કરવા વેપારીઓ બંધ પાળશે
વેપારીઓ કહે છે, ‘અમને શાંતિથી બિઝનેસ કરવા દો'
અમદાવાદ, સપ્લાયર વેપારી સાથે કરાર ન થયા હોય તો ૧૫ દિવસમાં અને કરાર કર્યા હોય તો ૪૫ દિવસમાં પેમેન્ટ કરી દેવાની શરતને કારણે નાના વેપારીઓને મોટી કંપની તરફથી ઓર્ડર આપવાના બંધ કરી દેવામાં આવ્યા હોવાથી તેના વિરોધમાં વેપારીઓએ બંધ પાળવાની ચિમકી આપી છે.
ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, કાપડ બજાર સહિતના વેપારીઓના ધંધા પર અસર કરી રહેલી કલમને દૂર કરવાની માગણી કરાઈ.
આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણને મળવા સુરત, અમદાવાદના વેપારી દિલ્હી જશે. વેપારીઓ વેપારી દિલ્હી જશે. વેપારીઓ કહે છે કે અમને શાંતિથી અમારો બિઝનેસ કરવા દો. અમને અમારો વેપાર કરતાં આવડે છે. સરકારે આ રીતે દખલ કરવી ન જોઈએ. અમદાવાદ અને સુરતના વેપારીઓ દિલ્હી જઈને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને મળી આવે અને તેમના તરફથી કેવો પ્રતિભાવ મળે છે તે જોયાં પછી જ બંધ પાળવાની અને વિરોધ પ્રદર્શન કરવાની તારીખ નક્કી કરવામાં આવશે.
શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના વેપારીઓએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવા તૈયાર થયા છે. આ સંગઠન સાથે ઈલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સના, રમકડાંના તથા અમદાવાદમાં પોળ વિસ્તારમાં ટંકશાળ કાપડ માર્કેટના વેપારીઓ આ મુદ્દે રજૂઆત કરવા માટે આજે દિલ્હી જવાના છે. મોટી ટેક્સટાઈલ કંપનીઓ સાથેના તેમના રોજબરોજના મોટા વહેવારો હોય છે. તેમાં આવકવેરા ધારાની કલમ ૪૩ (બી) (એચ) નડી રહી છે.
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.