કોણ કહે છે કે માનવતા હજી મરી પરવરી નથી *પોરબંદર ટ્રાફિક શાખાના એ.એસ.આઈને મળેલ રૂપિયા 5 હજાર અને સોનાના દાણા સાથેનું પર્સ મુળ માલિક્ને પરત આપી પ્રામાણિકતા દાખવી
ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૬/૦૨/૨૦૨૪
આજના સાયબર અને કલીકાળના યુગમાં માનવી પૈસા મેળવવા અને તેની પાછળ પૈસા કેમ કરીને મળે તેવા વિચારો સાથે આંઘળી દોટ મુકી રહયો છે. તેમજ પૈસા મેળવવા મેળવવા માવનતાને નેવે મુકીને અનેક કાવા દાવાઓ, પેંતરાં રચવા, પૈસા માટે માનવીની હત્યા કરી નાખવી, ચોરી,લુટફાટ કે પછી માનવીનુ અપહરણ કરીને ધાક ધમકી આપીને, હત્યા કરવી તેમજ અનેક રીતરસમ અપનાવી એનકેન રીતે પૈસા મેળવવા નિર્દય રદયનો માનવી થતા અચકાતો નથી. ત્યારે આવા આજના હળાહળ કલીકાળ યુગમાં હરામના પૈસા, કિંમતી વસ્તુઓ મળે તો તેને ગૌણ સમજી માનવતા મરી પરવરી નથી તેવા દાખલા બેસાડનારા પણ હજુ પણ જોવા મળે છે ત્યારે આવો એક પ્રમાણીક ભર્યો દાખલો પોરબંદર ટ્ર્રાફીક શાખામાં ફરજ બાજવતા એ.એસ.આઈ.ભાવનાબેન સોલંકી કે જેઓ બંગળી બજાર વિસ્તારમાં ફરજ પર હતાં અને ફુટ પેટ્રોલિંગ દરમ્યાન ખાપટ (પોરબંદર) ગામેના રહેવાશી માનસીબેન કિશોરભાઈ માલમનું પોરબંદર બંગળી બજારમાં પડી ગયેલ રોકડા રૂપિયા ૫ હજાર તેમજ તેમા રહેલ સોનાના બે દાણા સહિતનું મળેલ પર્સ મુળ માલિકને પરત આપી ટ્રાફિક શાખા તેમજ પોરબંદર પોલીસનું ગૌરવ વધારી આજના કળીકાળ યુગમાં પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે..
આ અંગેની જાણવા મળેલ હકકીત પ્રમાણે પોરબંદર તાલુકાના ખાપટ ગામના રહેવાસી માનસીબેન કિશોરભાઈ માલમ નામની વ્યકિત પોરબંદર બંગળી બજારમાં કોઈ ખરીદીના કામે આવેલાં ત્યારે તેમની પાસે રહેલ પર્સ બંગળી બજારમાં પડી ગયેલું. તે દરમ્યાન પોરબંદર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં એ.એસ. આઈ. ભાવનાબેન સોલંકી તથા ટી.આર.બી.ભાવેશભાઈ ડોડીયા , જસપાલસિંહ ચુડાસમા બંગડી બજાર વિસ્તારમાં ફરજ પર હતા અને ફુટ પેટ્રોલિંગ દરમ્યાન સાંજના આઠ વાગ્યાના અરસામાં એ.એસ.આઈ. ભાવનાબેનને એક લેડીઝ પર્સ મળી આવતાં અને તે પર્સની તલાશી કરતાં તેમા રોકડા રુપિયા ૫૦૦ હજાર તથા સોનાના બે દાણા હોય જેથી પર્સના માલિકની શોધખોળ કરતાં હતાં તે દરમ્યાન માનસીબેન કિશોરભાઈ માલમ રહે,ખાપટ,પોરબંદર વાળી આવેલ અને પોતાના લેડીઝ પર્સમાં પૈસા અને સોનાના દાણા બાબતે જણાવતાં જેથી તેમના આધારે આધાર પુરાવા મેળવી તેમના ૫૦૦૦ હજાર રૂપિયા તથા સોનાના બે દાણા સહિતનું લેડીઝ પર્સ મુળ માલિકને પરત આપી પોરબંદર ટ્રાફિક શાખાના એ.એસ.આઈ. ભવનાબેન સોલંકી દ્રારા આજના કલીકાળ યુગમા પ્રામાણિકતા દાખવી ઉમદા ઉદાહરણનો દાખલો બેસાડેલ.
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ મો.૯૦૬૭૦૩૫૧૫૫
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.