બોટાદની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાન કાર્યક્રમ યોજાયો
બોટાદની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાન કાર્યક્રમ યોજાયો
બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગાંવ ચલો અભિયાન દરમિયાન,એક કાર્યક્ર્મને શહેરના તમામ બૂથ પર વિસ્તારના લોકો સાથે છેલ્લા 10 વર્ષમાં સરકારની ગરીબ કલ્યાણ,મહિલા સશક્તિકરણ,આયુષ્યમાન ભારત અને મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના,પી.એમ,ખેડૂત સન્માન નિધી યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના,પી.એમ કુસુમ યોજના,પી.એમ ગરીબ કલ્યાણ યોજના,વગેરે જેવી યોજનાઓ વિશે શહેરીજનોને જાગૃત કરશે.તે વિષય પર સ્વામીનારાયણ ગુરુકુળ બોટાદ ખાતે કાર્યશાળા આયોજન કરવામાં આવ્યું તે પ્રસંગે ઉપસ્થિત ગાંવ ચાલો અભિયાનના પ્રદેશ ના સંયોજક ગોધાણી,બોટાદ જીલ્લા ભાજપ સંગઠન મહામંત્રી જામસંગભાઈ પરમાર,બોટાદ શહેર ભાજપ સંગઠન પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,અશોકભાઈ સમ્રાટ તેમજ ભારતીય જનતા પાર્ટી શહેરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર હરેશ બાવળીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.