જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયના અધ્યક્ષતામાં જિલ્લામાં યોજાનાર આવાસ લોકાર્પણ કાર્યક્રમની આગોતરી તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ - At This Time

જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયના અધ્યક્ષતામાં જિલ્લામાં યોજાનાર આવાસ લોકાર્પણ કાર્યક્રમની આગોતરી તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ


જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયના અધ્યક્ષતામાં જિલ્લામાં યોજાનાર આવાસ લોકાર્પણ કાર્યક્રમની આગોતરી તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૦ મી ફેબ્રુઆરી,૨૦૨૪ના રોજ બોટાદ વિધાનસભા-૧૦૭ માટે એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડ,બોટાદ તેમજ ગઢડા વિધાનસભા-૧૦૬ માટે એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડ,ધોળા-ઉમરાળા ખાતે આવાસોના લોકાર્પણ અનેખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે જેને અનુલક્ષીને કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી,વિધાનસભા-૧૦૭માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ૫૭૬ લાભાર્થીઓને આવાસની ચાવી એનાયત કરાશે. ત્યારે આ સમારોહ માટે સ્થળ પરની તમામ વ્યવસ્થા સુનિશ્વિત કરાવવા જણાવ્યું હતું સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે,સહિતની કામગીરી કરાવવા કલેક્ટરએ સંબધિત અધિકારીઓને રચનાત્મક સૂચનાઓ કર્યાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે,આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કેન્દ્ર તથા રાજય સરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ- શહેરી,હળપતી આવાસ યોજના,ડો.આંબેડકર આવાસ યોજના,પંડીત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર રાજયના ૩૩ જિલ્લાઓના આવાસોના ઇ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.