ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયાથી પચ્છમ ગામ સુધીના રોડમાં મસમોટા ખાડાઓથી લોકો ત્રાહિમામ્ - At This Time

ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયાથી પચ્છમ ગામ સુધીના રોડમાં મસમોટા ખાડાઓથી લોકો ત્રાહિમામ્


ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયાથી પચ્છમ ગામ સુધીના રોડમાં મસમોટા ખાડાઓથી લોકો ત્રાહિમામ્

અમદાવાદ જીલ્લા ના ધંધુકાના ગામના વગડામાં આવેલા દાદાબાપુ ધામમાં આવતાં દર્શનાર્થીઓને પણ હાલાકી

બગોદરા ધંધુકા રોડ ઉપર આવેલા ખડોળ ગામના પાટિયાથી પચ્છમ ગામ સુધીના રોડમાં મસમોટા ખાડાઓ પડી જતાં આ રોડ ઉપર આવેલા ગામડા અને પચ્છમ ગામે આવેલા દાદાબાપુ ધામે આવતાં હજારો દર્શનાર્થીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. દરમિયાન વહેલી તકે આ રોડને રિપેરિંગ કરવામાં આવે તેવી માગ ગામડાના લોકો કરી રહ્યા છે. બગોદરા ધંધુકા હાઈવે રોડ ઉપર ખડોળ ગામના પાટિયેથી પચ્છમ ગામ 20 કિ.મી.ના અંતરે આવેલુ છે. આ પચ્છમ ગામે રોડ ઉપર વગડામાં દાદાબાપુ ધામ ધાર્મિક સ્થળ આવેલુ છે. આ ધાર્મિક સ્થળે દર અઠવાડિયે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. દાદાબાપુ ધામે આવતાં હજારો દર્શનાર્થીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. દરમિયાન વહેલી તકે આ રોડને રિપેરિંગ કરવામાં આવે તેવી માગ ગામડાના લોકો કરી રહ્યા છે.
ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયાથી પચ્છમ ગામ સુધીના જવાનો રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે. જ્યાંથી લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને આ રસ્તા પર પડેલા મસમોટા ખાડાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.