ખરીફ સીઝનમાં તુવેર,ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતો તા. 29/02/2024 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે - At This Time

ખરીફ સીઝનમાં તુવેર,ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતો તા. 29/02/2024 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે


ખરીફ સીઝનમાં તુવેર,ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતો તા. 29/02/2024 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે

રવિ સીઝન ૨૦૨૩-૨૪ માં તુવેર માટે રૂ.7000,ચણા માટે રૂ.5440,અડદ માટે રૂ.6950 અને રાયડા માટે રૂ.5650 પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે.જે અંતર્ગત બોટાદ જિલ્લામાં ખરીફ સીઝનમાં તુવેર,ચણા અને રાયડાનું વાવેતર કર્યુ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.05/02/2024 થી તા.29/02/2024 સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર(VCE) મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરાવી શકશે. જેની તમામ ખેડૂતોએ નોંધ લેવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.