બોટાદ જિલ્લામાં હથિયાર બંધીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
બોટાદ જિલ્લામાં હથિયાર બંધીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
બોટાદ જિલ્લામાં ચાલુ માસ ફેબ્રુઆરી-૨૦૨૪ તથા આગામી માર્ચ-૨૦૨૪ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી,કુહાડી,ધારીયા,તલવાર,ગુપ્તી,લાકડીઓ,લોખંડના પાઈપ,ભાલા તથા દંડા,બંદૂક,લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે.આ જાહેરનામાની અમલવારી તા.૦૯/૨/૨૦૨૪થી તા.૦૮/૦૩/૨૦૨૪ સુધી (બન્ને દિવસો સહિત) કરવાની રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.