બાળકોને અભ્યાસ તરફ વાળ્યા, ઘરઆંગણે જ પ્રોફેસરો અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપે છે
ખાનગી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓની પણ સેવા
આજના સમયમાં શિક્ષણ એ પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે. શિક્ષણથી સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે તેવી માન્યતા ધરાવતા કોલેજના પ્રોફેસર મીનુ જસદણવાલાએ શિક્ષણ યજ્ઞ પણ શરૂ કર્યો છે. જેમાં આમ્રપાલી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કે જે શાળાએ જઈ શકતા નથી તેમજ જેનો અભ્યાસ છૂટી ગયો છે તેવા લોકો માટે શિક્ષણ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત તેઓ આમપ્રાલી વિસ્તારમાં જઈ બાળકોને ઘરઆંગણે જ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.