વિંછીયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના હોય જેના સ્વાગત માટે વિંછીયા પંથકમાં ઉત્સાહ અને ઉમંગ
(હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
આગામી તા.11/2/2024 ના રોજ જસદણ અને વિંછીયા તાલુકામાં ખેડૂતો અને ગ્રામજનો માટે જીવાદોરી સમાન "સૌની યોજના" સહિત અંદાજીત રૂપિયા 337 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ/ખાતમુહુર્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે થવાનું છે ત્યારે, વિંછીયા તાલુકાનાં વિવિધ વિસ્તારનાં લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રૂબરૂ મુલાકાત બેઠક કરી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું. આ અવસરે વિંછીયા તાલુકા ભાજપના હોદ્દેદારો, વહીવટીતંત્રના પદ્દાધિકારીઓ, સહકારી ક્ષેત્રનાં આગેવાનો, વરિષ્ઠ આગેવાનો, જે તે ગામનાં સરપંચ, વિવિધ સંસ્થાકીય આગેવાનો તેમજ ગ્રામજનો ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.