બાઈક અથડાવવા મામલે શિક્ષક પર રીક્ષા ચાલકનો પાઈપથી હુમલા - At This Time

બાઈક અથડાવવા મામલે શિક્ષક પર રીક્ષા ચાલકનો પાઈપથી હુમલા


વાંકાનેર સોસાયટી પાસે રીક્ષામાં બાઈક અથડાવવા મામલે શિક્ષકને ફડાકા ઝીંકી રીક્ષા ચાલકે પાઈપથી હુમલો કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જામનગર રોડ પર બ્રહ્માનંદ સોસાયટી ક્રિસ્ટલ સ્કુલની બાજુમા રહેતાં દિપેશભાઇ જગદિશભાઇ મેવાડા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરિયાદમાં અજાણ્યાં રીક્ષા ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ શહેરની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરિકે નોકરી કરે છે. ગઈકાલે બપોરના સમયે તેઓ સ્કુલમાથી નોકરી પુરી થતા પોતાની એકટીવા લઇ ઘરે જતાં હતાં ત્યારે જામનગર રોડ વાંકાનેર સોસાયટીના ખુણા પાસે પહોંચતા એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઇ અચાનક નીકળતા તેનુ રીક્ષાનુ આગળનુ વ્હીલ તેઓના મોપેડના આગળના વ્હીલ ભટકાઈ જતા રીક્ષામા થોડુ સ્કેચ પડેલ જેથી રીક્ષાચાલકને તેની નુકશાનીની વાત કરવા જતા તે ઉશકેરાય જાહેરમાં ગાળો બોલી ફડાકો ઝીંકી દિધેલ હતો. તેમજ વાતચીત દરમિયાન રીક્ષાચાલક પોતાની રીક્ષામાથી લાકડીનો ધોકો લઈ આવી હાથમાં ફટકાર્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ તેને વધું મારથી છોડાવેલ અને રીક્ષાચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.