ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં ૧૨ હજાર જગ્યાઓ ભરશે - At This Time

ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં ૧૨ હજાર જગ્યાઓ ભરશે


ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં ૧૨ હજાર જગ્યાઓ ભરશે

(એજન્સી) અમદાવાદ, સરકાર ટુંક સમયમાં વિવિધ પદોની ૧૨ હજાર જગ્યાઓ પર સરકાર ભરતી કરશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ૩૦ ઓકટોબરના રોજ ૧૨ હજારની ભરતીને મંજૂરી પણ આપી દીધી છે. હવે સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને નિર્ણય સોંપ્યો છે. પોલીસ વિભાગમાં ક્લાસ ૩ પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. ટુંક સમયમાં વિવિધ પદોની ૧૨ હજાર જગ્યાઓ પર સરકાર ભરતી કરશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ૩૦ ઓકટોબરના રોજ ૧૨ હજારની

ભરતીને મંજૂરી પણ આપી દીધી છે.

હવે સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને નિર્ણય સોંપ્યો છે. પોલીસ વિભાગમાં ક્લાસ ૩ પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ૬૬૦૦, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ૫૦૦, જેલ સિપાહી (પુરુષ) ૬૮૭, જેલ સિપાહી (મહિલા) ૫૭ જગ્યાઓ પર ભરતી કરાશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ ૨૦૨૨માં બિનહથિયારી જીની ૩૨૫ જગ્યા પર મંજૂરી આપી હતી. ૩૨૫ જગ્યાઓમાંથી ચાલુ નાણાકીય વર્ષે ૨૭૩ બિન હથિયારી જીની સરકાર ભરતી કરશે.

પોલીસ વિભાગમાં ક્લાસ ૩ પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.