સ્માઈલ ફાઉન્ડેશન બોટાદ દ્વારા જિલ્લા હોમગાર્ડ યુનિટનો રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મેન્ટલ હેલ્થ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ સ્માઈલ ફાઉન્ડેશન બોટાદ દ્વારા જિલ્લા હોમગાર્ડ યુનિટનો બોટાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મેન્ટલ હેલ્થ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્માઇલ ફાઉન્ડેશન ના ચેરમેન વિરેન્દ્ર સિંહ તથા ઈ.ચા.ડી.વાય.એસ.પી ડૉ.જે.બી.પંડિત સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે ટ્રેનર બેન ભાનુંબેન દ્વારા હોમગાર્ડ જવાન ભાઈ & બહેનો ને માનસિક રોગો તેની સારવાર ડી.એડી.ક્ષન ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી ગયેલા બાળકોને અટકાવવા રાત્રિ દરમ્યાન ફરજ પર હોય અને જો કોઈ માનસિક બીમાર સ્ત્રી જોવા મળે તો તેને સાચવવાની યોગ્ય વ્યવસ્થા કરવી ટેલી માનસ હેલ્પ લાઈન અને સ્યુસાઈડ પ્રિવેન્સન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી અને આ પોગ્રમમાં જિલ્લા હોમગાર્ડ વિભાગમાંથી પૂર્વ જિલ્લા કમાંન્ડટ યોગેશ ભાઈ મહેતા,ઓ.સી.જયેશ ભાઇ સોલંકી,કંપની કમાંડર આર.પી.ચુડાસમા, સ્ટાફ ઓફીસર ડી.સી.ડોડીયા તથા બોટાદ હોમગાર્ડઝ યુનિટનાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ,નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.