ધો. 12માં નાપાસ થવાની ચિંતાથી આપઘાત કરવા ન્યારી ડેમ પહોંચેલા તરુણને વીડિયોકોલમાં વ્યસ્ત રાખી બચાવાયો
MAY I HELP YOUનું સૂત્ર મેટોડા જીઆઇડીસી પોલીસે સાર્થક કરી બતાવ્યું
ધોરણ 12માં નાપાસ થવાના ડરથી આપઘાત કરવા નીકળેલા વિદ્યાર્થીને ડેમમાં પડતું મૂકે તે પહેલાં જ મેં આઇ હેલ્પ યૂનું સૂત્ર સાર્થક કરી મેટોડા જીઆઇડીસી પોલીસ ટીમે બચાવી લીધો હતો.સમગ્ર બનાવની વિગત મુજબ, કાલાવડ રોડ પર આવેલા મેટોડા પાસે રહેતા અને ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો 17 વર્ષનો વિદ્યાર્થી બુધવારે ઘરેથી નીકળી ગયો હતો. સાંજ થવા છતાં પુત્ર ઘરે નહિ આવતા તેની પાસે રહેલા મોબાઇલ પર પિતાએ રિંગ કરી હતી. જેથી પુત્રે ફોન ઉપાડી પોતે આત્મહત્યા કરવા જાય છે, મને તમે લોકો શોધતા નહિ કહી ફોન કટ કરી નાંખ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.