સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા બાળ શિક્ષક અભિવાદન
ભાવનગર સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા બાળ શિક્ષક અભિવાદન
શિશુવિહાર સંસ્થા સંચાલિત શ્રી મોંધીબહેન બધેકા બાલમંદિર માં વર્ષ ૨૦૧૨ થી સંકળાયેલ શ્રી પ્રીતિબહેન ભટ્ટ દ્વારા વર્ષ ૨૦૨૩ માં આંગણવાડી ના બાળકોની ૯૧ તાલીમો થકી ૧૮૭ આંગણવાડી ના ૩૩૦૦ ભૂલકાઓને જીવન શિક્ષણ તાલીમ આપવામાં આવી છે...
સ- વિશેષ સ્લમ માં વસતા ૧૯૩૫ બાળકોને સ્કિલ ટ્રેનિંગ ના ભાગરૂપે આપીને ૫૦ કલાકની ૪૮ કૌશલ્ય તાલીમો પણ આપવામાં આવેલ છે...
ગરીબ બહેનો અને બાળકોના વિકાસ માં પ્રતિબધ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા વિકસિત જાગ્રત વાલી મંડળ સાથે 40 કાર્યક્રમો યોજી ૨૦૦૦ મા - બાપ ને બાળ ઉછેર ના વૈજ્ઞાનિક સંદર્ભ સાથે જોડવામાં આવેલ છે...
શહેર માં આવેલ ૩૧૬ આંગણવાડી માં રહેલ ૧૧૨૩૭ થી વધુ બાળકો સાથે કામ કરતા ૨૭૫૦ શિક્ષકો ને બાલવાડી વિકાસ માટેની ૧૧ તાલીમો થકી બાળ ઉછેર ની વૈજ્ઞાનિક તાલીમ આપેલ જે નોંધનીય બને છે...
બાળ વિકાસ યાત્રા માં અનન્ય યોગદાન આપનાર શ્રી પ્રીતિબહેન ભટ્ટનું પૂજ્ય મોરારિબાપુ ના વરદ હસ્તે તથા સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા રૂ.૨૧૦૦૦ તથા સન્માન પત્ર થી અભિવાદન બાળ જગત માટે પ્રેરણાદાઈ બને છે...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.