ગઢડા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં જીરુંમાં લીલો સુકારો આવતા ખેડૂતોએ સરકાર સામે કરી લાલ આંખ - At This Time

ગઢડા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં જીરુંમાં લીલો સુકારો આવતા ખેડૂતોએ સરકાર સામે કરી લાલ આંખ


ગઢડા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં જીરુંમાં લીલો સુકારો આવતા ખેડૂતોએ સરકાર સામે કરી લાલ આંખ

ભાજપનાં રાજમાં ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બની રહ્યાં છે.ખેડૂતોની કંગાળ દશા ક્યારે સમજ છે સરકાર.ખેડૂતો દાવો કરી રહ્યાં છે,કે અમે વ્યાજવા,કે ઉશીના કરીને મોંઘા બિયારણો લઈને જીરુંનું વાવેતર કર્યું,તેમાં મોંઘી દવા,ખાતર લઈને તેમજ રાત- દિવસ,તડકો કે ઠંડી વેઠીને જીરું પાછળ ખૂબ મેહનત કરી.પણ અંતે જીરુંમાં લીલો સુકારો આવતાં ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો.કેહવાય છે કે ખેડૂત એ જગત નો તાત કેહવાય છે સતા ખેડૂતો આજે નિરાશા ભર્યા દેખાય રહ્યા છે,સરકાર ક્યારે ખેડૂતોની વેદના સમજી નથી સકતી એ મોટો પ્રશ્ન છે. 40 વીઘા ના ખાતેદાર ખેડૂત એવા વલ્લભભાઈ હરજીભાઈ મકવાણા નામનાં ખેડૂતે સરકાર ઉપર ગંભીર પ્રહાર કર્યા છે,કે વોટ લેવા હોઈ ત્યારે મોટા-મોટા ફાકા મારો છો અમે દેવા માફ કર શું,મોંઘવારી માંથી રાહત આપીશું, ક્યાં ગઈ ડબલ એન્જિનની સરકાર,વગેરે અને હવે ખેડૂતો જાગૃત છે ત્યારે વલ્લભભાઈ મકવાણા નામનાં ખેડુત દ્વારા જણાવવામાં આવ્યું છે, કે 2024 ની ચુંટણી ખૂબ નજીક છે,ત્યારે મૂંગી અને બેહરી સરકાર ખેડુતોનુ નઈ વિચારે તો આગામી દિવસોમાં જે પદ ઉપર સરકારને બેસાડી છે તે પદ ઉપર થી હટાવાની હિંમત પણ ખેડૂતોમાં છે આ ખેડૂતોની બાહેંધરી ચિમકી છે.

પ્રતિનિધિ: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.