મહિલા સમન્વય રાજકોટ મહાનગર દ્વારા “ઓજસ્વીની” નારી શક્તિ સંમેલન તારીખ : ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ રંગમંચમાં એક દિવસીય સેમિનાર
મહિલા સમન્વય રાજકોટ મહાનગર દ્વારા “ઓજસ્વીની” નારી શક્તિ સંમેલન
તારીખ : ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ રંગમંચમાં એક દિવસીય સેમિનાર
ડો.હેડગેવાર સ્મારક સમિતિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે, યુનિવર્સિટીની કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરીબેન દવેના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમોનું આયોજન
પ્રખ્યાત કથાકાર શ્રીમતી મીરાબેન ભટ્ટ નું માર્ગદર્શન
“મહિલા સમન્વય”ના અખિલ ભારતીય સંયોજિકા ભાગ્યશ્રી સાંઠયેનું (ચંદા દીદી)નું “ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા” પર પ્રેરક ઉદ્બોધન
સંમેલનમાં નોંધણી કરાવવા મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજિકા કાંતાબેન કથીરિયા, આરતીબેન ઓઝા, જસ્મીનબેન પાઠક, રંજનબેન ઠાકરની રાજકોટ મહાનગરની મહિલાઓને હાકલ
રાજકોટ “જાગ જાગ જનની જગત કી, દેશ અબ આધાર માંગે” સૂત્રને સાકાર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પ્રેરીત ભગીની સંસ્થા “મહિલા સમન્વય” દ્વારા રાજકોટ માં તારીખ ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ - રવિવારના રોજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કાનજી ભુટા બારોટ રંગ મંચ માં એક દિવસીય “ઓજસ્વીની” ના નામથી નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
સંમેલન વિશે માહિતી આપતા સૌરાષ્ટ્રના સંયોજિકા શ્રીમતી કાંતાબેન કથીરિયા એ જણાવ્યું છે કે નીત્ય નુતન ચિર સનાતન સંસ્કૃતિના ભારત વર્ષ તેના આઝાદીના અમૃત કાળ માં પ્રચંડ સામર્થ્ય સાથે પ્રગટ થઈ રહી છે ત્યારે આ સુવર્ણકાળની વેળાએ સમાજની માતૃશક્તિ પોતાની જવાબદારી યથાયોગ્ય નિભાવે તે અત્યંત આવશ્યક છે. વર્તમાનમાં મહિલાઓ સંગઠિત થાય, માતૃશક્તિ જાગૃત થાય અને મહિલાઓના વિવિધ પ્રશ્નો, ચિંતનાત્મક વિષયો અને અમલ કરવા યોગ્ય કાર્યો બાબતે ચર્ચા અને વિમર્શ કરે, જ્ઞાન પ્રાપ્ત કરી, ઉર્જાવાન બને અને ઉદ્દેશ્યની પૂર્તિ માટે કાર્યરત થાય તે અર્થે મહિલા સમન્વય દ્વારા “ઓજસ્વીની” નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજિકા કાંતાબેન કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ૨૦૨૫ માં આવી રહ્યું છે, ત્યારે સંઘના રાષ્ટ્ર ભક્તિ, સેવા, સંસ્કાર, સંગઠન, વ્યક્તિત્વ વિકાસ જેવા ગુણોનો મહિલાઓમાં વિકાસ થાય અને સમાજની વિવિધ ક્ષેત્રોની બહેનો સંગઠિત બની રાષ્ટ્રવિકાસમાં, પરિવારના ચારિત્ર્ય ઘડતરમાં, વ્યવસાયમાં અને સમાજ સેવામાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય તેવા ઉદ્દેશ્યથી “મહિલા સમન્વય” રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરે છે. તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર પ્રાંત માં વિભાગ સ્તરે મહિલા સામેલનો યોજાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, ગોંડલ, પોરબંદર, અમરેલી માં વિશાળ સંમેલનો દ્વારા મોટી સંખ્યામાં બહેનોએ રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપવાના સંકલ્પ કર્યો છે. આવું જ એક સંમેલન રાજકોટ મહાનગરનું તા. ૦૪ ફેબ્રુઆરી ના રોજ યોજવા જઈ રહ્યું છે.મહિલા સમન્વય રાજકોટ મહાનગરના સંયોજિકા જસ્મીનબેન પાઠકે જણાવ્યુ હતું કે“સ્ત્રી સમાજની આદર્શ શિલ્પી છે.” ઉક્તિને સાર્થક કરવા મહિલાઓના ચરિત્ર્ય ઘડતરના ઉદ્દેશ્યને આગળ ધપાવવા આ સંમેલનમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ પણ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે. મહિલા સમન્વયના સહસંયોજિકા રંજનબેન ઠાકરે જણાવ્યું હતું કે આ સંમેલનમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી વિવિધ સામાજિક સંગઠનો, ધાર્મિક સંપ્રદાયો, કોલેજ - યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ, જ્ઞાતિ- સ્વયંસેવી સંસ્થાઓની મહિલા અગ્રણીઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રાંત તરુણી પ્રમુખ આરતીબેન ઓઝા એ જણાવ્યું હતું કે આ સંમેલનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ નીલાંબરી બેન દવે અધ્યક્ષીય માર્ગદર્શન આપશે. તેમજ “મહિલા સમન્વય”ના રાષ્ટ્રીય સહસંયોજિકા ભાગ્યશ્રી સાંઠયે (ચંદા દીદી) કે જેઓ આજીવન પ્રચારિકા તરીકે મહિલા સંગઠનમાં પ્રવૃત્ત છે. તેઓ “ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા” પર મનનીય પ્રવચન આપશે. આ કાર્યક્રમમાં ભાગવત – રામાયણના પ્રખ્યાત મહિલા કથાકાર, સુપ્રસિદ્ધ વક્તા મીરાબેન ભટ્ટ વિશેષ અતિથિ રૂપે મહિલાઓને માર્ગદર્શન આપશે. આ તબક્કે આરતીબેન ઓઝા “ભારતીય ચિંતનમાં મહિલા” પર વીશેષ વ્યાખ્યાન આપશે.
સંમેલનમાં એક સત્ર ગટ સહ બેઠકો નું રહેશે. જેમાં મહિલાઓના સ્થાનિક પ્રશ્નો અને અનુકરણીય કાર્યો બાબતે ચર્ચા-વિમર્શ થશે. આ સમગ્ર કાર્યક્રમો સવારના ૦૯ :૩૦ થી શરૂ થઈ. બપોરના ભોજન સહિત સાંજે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થશે. આ સંમેલનમાં પૂર્ણ સમય ઉપસ્થિત રહેવાનુ રહેશે. રજીસ્ટ્રેશન નિ : શુલ્ક છે.
આ મહિલા સંમેલનમાં દેશની મહાન નારીઓના જીવન ચરિત્રની પ્રદર્શનની, નારી શક્તિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ અને નારી ગરીમાને પરિપૂર્ણ કરતા સેલ્ફી પોઇન્ટ તેમજ મહિલાઓ દ્વારા ગૌ, ગ્રામ્ય, હસ્તકલા સહિતની વસ્તુઓના વેચાણ સ્ટોલ આ સંમેલનમાં આકર્ષણના કેન્દ્રો રહેશે. આ સંમેલનને સફળ બનાવવા મહિલા સમન્વયના વાલી નરેન્દ્રભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ કાંતાબેન કથીરિયા, આરતીબેન ઓઝા, જસ્મીન બેન પાઠક, રંજનબેન ઠક્કર, ઉષ્માબેન વાણી, જયશ્રીબેન શેઠ, નીલાબેન મલકાણ, નેહાબેન કનૈયા, અર્ચનાબેન શાહ, કીર્તીદાબેન જાદવ, પાયલ વાઘવાણી, પાયલ સવસાણી, ભક્તિબેન, જાહન્વી બેન જાદવ, જાગૃતીબેન દવે, સોનલબેન, નયનાબેન મકવાણા, અશ્વિનીબેન જોશી, જલ્પાબેન રાંક, સ્મૃતિબેન, સરોજબેન રુપાપરા, જીજ્ઞાબેન પટેલ, પારૂલબેન અને પ્રતિભા બેન બલભદ્ર, દ્રષ્ટિબેન, ડોલીબેન લાઠીયા, વિશ્વા બેન લાઠીયા અને શોભનાબેન પટેલ સહિતના બહેનો અથાક જહેમત ઉઠાવી રહ્યા છે. આ વિશાળ સંમેલનનું ઓનલાઇન રજીસ્ટ્રેશન https://forms.gle/FsF1EYrDt5eSSWkc6 લિંક પર કરી સર્વ સમાજની બહેનોને જોડાવા આયોજક મહિલા અગ્રણીઓએ જાહેર અપીલ કરી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.