રાજકોટની નામાંકિત વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી!
દર્દીઓ સાથેની બેદરકારીના કારણે વારંવાર વિવાદમાં આવતી રાજકોટના કાલાવડ સ્થિત જાણીતી વોકહાર્ટ હોસ્પીટલ ફરી એકવાર ભારે વિવાદમાં આવી છે અને આજરોજ વોકહાર્ટ હોસ્પીટલ ખાતે તબીબોની બેદરકારીનો ભોગ બનેલા એક પરિવારે ભારે હોબાળો મચાવતા શહેરભરમાં ચકચાર ફેલાઇ ગઇ છે.
આ અંગેની મળતી વધુ વિગતો મુજબ કિરણબેન નામના 26 વર્ષીય એક દર્દીનું વોકહાર્ટ હોસ્પીટલ ખાતે ગત તા.7-7-2023ના રોજ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું પરંતુ આ ઓપરેશન સફળ થયું ન હતું અને હાલમાં વોકહાર્ટ હોસ્પીટલના તબીબોની બેદરકારીના કારણે કિરણબેન નામના દર્દીની જીંદગી ખરાબ થઇ ગઇ છે અને આ દર્દીને હોસ્પીટલના કારણે સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
આ અંગેની વધુ મળતી વિગતો અનુસાર આજરોજ કિરણબેન અને તેના પરિવારજનો વોકાહાર્ટ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા અને દર્દીની ગાદીનું ઓપરેશન કર્યા બાદ રીપોર્ટ કરાવતા ખબર પડી કે ઓપરેશન થયું જ નથી. તેવો આક્ષેપ કિરણબેનના પરિવારજનોએ કર્યો હતો. દર્દીના પરિવારજનોએ એવું પણ જણાવેલ હતું કે વોકહાર્ટ હોસ્પીટલ ખાતે સારવાર બાદ કિરણબેનને ચાલવામાં અને બેસવામાં ભારે તકલીફ પડી ગઇ છે.
આ ઉપરાંત કિરણબેનના પરિવારજનોએ એવું પણ જણાવેલ હતું કે પરિવારની યુવા દિકરીની તબીબોની ભુલના કારણે જીંદગી ખરાબ થઇ ગઇ છે અને સરકારી નોકરી ગુમાવવાનો વારો પણ આવ્યો છે.આજરોજ કિરણબેનના પરિવારજનોએ વોકહાર્ટ હોસ્પીટલના સંચાલકોને રજુઆત કરી કિરણબેનની સારવાર માટે કરવામાં આવેલ ખર્ચના પૈસા પરત આપવાની માંગ કરી હતી. જો કે હોસ્પીટલના સંચાલકોેએ યોગ્ય પ્રત્યુત્તર નહીં આપતાં ભારે હોબાળો મચી ગયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.