મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સર્વ સમાજ સમુહ લગ્નને આવકારતાં વિજયભાઈ રાઠોડ અમરશી રાઠોડ
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સર્વ સમાજ સમુહ લગ્નને આવકારતાં વિજયભાઈ રાઠોડ અમરશી રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજયના કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા તાજેતરમાં જસદણ નજીક અમરાપુર મુકામે સર્વ સમાજ માંટે એક સમુહ લગ્નોત્સવ યોજેલ જેમાં ૪૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં આ સફળ લગ્નોત્સવ યોજવા અંગે જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને મહામંત્રી અમરશીભાઈ રાઠોડએ આવકારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને અભિનંદન પાઠવ્યાં હતાં સેવામાં મોખરે રેહતા ભાજપના બંન્ને યુવા આગેવાનોએ જણાવ્યું હતું કે અતિ વ્યસ્તા વચ્ચે પણ કુંવરજીભાઈએ જે સમુહ લગ્નનું કાર્ય કર્યું તે અભૂતપૂર્વ અને ઐતિહાસિક હતું તેમના થકી દાતાઓએ ઘર ભરાય જાય એટલો કરિયાવર આપ્યો જેથી સર્વ સમાજનાં ગરીબ પરિવારને જબરી રાહત મળી હતી. લગ્નોત્સવ પણ શ્રીમંતોની જેમ ઠાઠમાઠ રહ્યો હતો એક પણ નયા પૈસાના ખર્ચ વગર ૪૮ યુગલો લગ્નગ્રંથિથી હરખભેર જોડાયા હતાં અને તેમનાં સગા સબંધીઓ પણ ખુશખુશાલ થઈ ગયાં હતાં એમ અંતમાં વિજયભાઈ અને અમરશીભાઈએ અંતમાં જણાવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.