જસદણ વિછીયા સમૂહ લગ્ન સમિતિ તથા કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા અમરાપુર ખાતે આવતીકાલે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન યોજાશે - At This Time

જસદણ વિછીયા સમૂહ લગ્ન સમિતિ તથા કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા અમરાપુર ખાતે આવતીકાલે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન યોજાશે


સંતો મહંતો આગેવાનોનૉ સત્કાર તેમજ દાતાઓનો સન્માન સમારોહ ભોજન સમારોહ સિલ્ડ સન્માન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તૈયારીને આખરી ઓપ અપાયો

(નરેશ ચોહલિયા દ્વારા જસદણ)
જસદણ વીંછીયા ના ધારાસભ્ય તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન સમિતિ જસદણ વિછીયા દ્વારા ભવ્યાતી ભવ્ય જાજરમાન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન આવતીકાલે રવિવારે રાખવામાં આવ્યું છે. જેમાં ૪૮ નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડશે. આ સમારોહના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સમારોહના મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેશે. સમારોહના ઉદ્ઘાટક તરીકે સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ રમેશભાઈ ધડુક, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત પુર્વ ધારાસભ્ય ભરતભાઈ બોઘરા, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ તથા જસદણ સ્ટેટ દરબાર સાહેબ શ્રી સત્યજીત કુમાર ખાચર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિસામણ બાપુની જગ્યા પાળીયાદના મહામંડલેશ્વર નિર્મળા બા, સતરંગ ધામ અમરાપુરના મહંત શ્રી હરિરામ બાપુ, મોટા રામજી મંદિર જસદણના મહામંડલેશ્વર સુખદેવદાસ બાપુ, ડુંગરપુર હનુમાનજી મંદિરના મહંત હરિહરાનંદ ગીરીબાપુ, બિલેશ્વર મહાદેવ મંદિરના નિર્મળાનંદ બાપુ સહિતના વિવિધ સંતો મહંતો તથા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરભા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી રવિભાઈ માકડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપ-પ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ કિયાડા સહિતના વિવિધ રાજકીય આગેવાનો સમૂહ લગ્નના દાતા ભીમાભાઇ કેસવાળા, કુલદીપભાઈ પટગીર, જે. પી. રાઠોડ, ગિરધરભાઈ ગોબરભાઇ વેકરીયા, હિરેનભાઈ સાકરીયા, પ્રીતિબેન હમીદભાઈ, ઇમરાનભાઈ ખીમાણી, ભાવેશભાઈ વેકરીયા ધિરૂભાઇ ભાયાણી નરૅશભાઇ ચૉહલીયા મનસુખભાઇ જાદવ હરૅશભાઇ ધાધલ વાસુકી ગૅસ્ટ હાવુસ વાળા સુરૅશભાઇ જૉશી ડાઇમંડ ઍસૉના પ્રમુખ પી,વી, ભાયાણી ,સંજયભાઈ રામાણી ડૉ પંકજ કૉટડીયા કૅ,જી,કૅ ડાયમંડ ના નિરજ કુમાર શર્મા, વિઠ્ઠલભાઈ સીધ્ધપરા શૅઠ, ચૅમ્બરના પ્રમુખ અશૉકભાઇ ધાધલ, યશવંતભાઈ ઢોલરિયા, કેતનભાઇ લાડોલા, પુર્વ નગરપતી દિપુભાઇ ગીડા સહિતના દાતાઓ ઉપસ્થિત રહેશે. સમૂહ લગ્નમાં જોડાનાર દરેક દીકરીઓને ડબલ બેડનો સેટી પલંગ, કબાટ, ગાદલું, ટીપાઈ, ખુરશી, મંગળસૂત્ર, સોનાનો દાણો, થાળી, વાટકા, ગ્લાસ, લોટા, તપેલી સહિતના વાસણો, શાલ, સુટકેશ, અરીસો, ઘડિયાળ સહિતની કુલ ૮૫ થી વધારે વસ્તુઓ આપવામાં આવશે. અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે બપોર બાદ જાન આગમન બાદ સત્કાર સમારોહ, ભોજન સમારોહ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન હેઠળ જસદણ વિછીયા સર્વજ્ઞાતિય સમહ લગ્ન સમિતિના સભ્યો દ્વારા આ સમહ લગ્ન સમારોહ માટે જહેમત ઉઠાવવમાં આવી રહીં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.