રાજકોટમાં 14 વર્ષની સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ
ભગવતીપરા વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર નજીકમાં જ રહેતાં હવસખોર શખ્સે લગ્નની લાલચ આપી અવારનવાર દેહ અભડાવી ઘર પાસે મૂકી નાસી છૂટતા બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ભગવતીપરા વિસ્તારમાં રહેતી મહિલાએ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નજીકમાં જ રહેતો વિકી સમ દેવીપુજકનું નામ આપતાં પોલીસે આરોપી વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે. તેમની 14 વર્ષની સગીર પુત્રી સાથે તેમના ઘર નજીક રહેતાં આરોપીએ લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં અવારનવાર તેમની સાથે મળી લગ્ન કરવા બાબતે લાલચ આપતો હતો. ગઈ તા.24-01 ના તેમની સગીર પુત્રી ઘરેથી ગુમ થઈ હતી.
જે બાદ પરિવારજનોએ સગીર પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બે દિવસ થયે પુત્રીની ભાળ ન મળતાં પરિવારજનો પોલીસ મથકે જાણ કરવાં આવતાં હતા ત્યાં જ તેમની પુત્રી રડતી આંખે ઘર પાસેથી સામે મળી હતી. બાદમાં પરિવારજનોએ બનાવ અંગે પૂછતાં પુત્રીએ જણાવ્યું હતું કે, બે દિવસ પેહલાં આરોપીએ તેમને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરી બાઇકમાં લઈ નાસી છૂટ્યો હતો.
બાદમાં બે દિવસ અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેમના પર બળજબરીથી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં હેવાને પોતાની હવસ સંતોષાઈ જતાં તેણીનો દેહ પિંખી બાઇકમાં બેસાડી ઘર પાસે ઉતારી નાસી છૂટ્યો હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.જી.બારોટ અને ટીમે સગીરાનું મેડિકલ કરાવવા તજવીજ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.