ભારેલ પ્રાથમિક શાળામાં 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ…
ભારેલ પ્રાથમિક શાળામાં 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ...
પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં તા 26. 1. 2024ને શુક્રવારે 75 માં ગણતંત્ર દિનની ભારેલ કન્યા વિદ્યાલય અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિમાં ખૂબ હર્ષોલ્લાસ વાતાવરણમાં શાનદાર રીતે ઉજવણી કરાઈ.આ પ્રસંગે દીકરી સલામ અંતર્ગત ગામની દીકરી કિનજલબેન જશભાઈ ઠાકોરના હસ્તે ધ્વજ વાંદનવિધિ કરી સન્માન કરવામાં આવ્યું.પ્રાથમિક શાળા અને કન્યા વિદ્યાલયની બહેનોને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.આ પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે પ્રથમ,દ્વિતીય અને ત્રીજા નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને દીપસિંહ ચૌહાણ અને જયેશભાઇ ઠાકોર તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું.કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પણ ઈનામની જાહેરાત કરવામાં આવી.શાળામાં આપેલ દાનની જાહેરાત કરી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે નિવૃત જીસીઆર ટીના નિવૃત ડાયરેક્ટર માનનીય ટી.એસ.જોષી સાહેબ તેમજ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય મહેશભાઈ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જોષી સાહેબે સરકારના ઉદેશ્ય અને વાલીઓએ લેવાની શિક્ષણની કાળજી અંગે માર્ગદર્શન આપ્યું.કન્યાવિદ્યાલયનો સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ થઈ. પ્રાથમિક શાળાના સ્ટાફના મદદનીશ શિક્ષક પલકબેન મહેતા અને પ્રતિક્ષાબેન વાઘેલાના આયોજનથી વાલીઓ ખૂબ પ્રભાવિત થયા.સરકારી શાળા પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાયેલો જોવા મળ્યો.શાળાના આચાર્ય પ્રકાશભાઈ મેકવાને સ્વાગત પ્રવચન અને સંચાલન કર્યું.પરેશભાઈ જોષીએ એ આભારવિધિ કરી તેમજ વિશેષ દિશા નિર્દેશ અને માર્ગદર્શન શાળાના સિનિયર શિક્ષક ઘનશ્યામભાઈ જેઠવાએ કર્યું.અંતમાં મીઠાઈ વહેંચી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.ભારત માતા કી જય..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.