મુકેશભાઈ સંઘાણીએ મુકબંધિર બાળકો સાથે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરી.
મુકેશભાઈ સંઘાણીએ મુકબંધિર બાળકો સાથે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરી.
અમરેલી આજે જયારે સમગ્ર ભારત દેશ દેશભક્તિના રંગે રંગાશે અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમા જોડાશે ત્યારે યુવાનોના આદર્શ અને હંમેશા પોતાની નવીનતમ પહેલથી લોકોને માર્ગદર્શિત કરનારા એવા મુકેશભાઈ સંઘાણીએ આ રાષ્ટ્રીયપર્વની વિશિષ્ટ રીતે ઉજવણી કરી અને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારત દેશનું બંધારણ અમલમા આવ્યું અને આજે આ દેશના મહાન બંધારણ ને ૭૫ વર્ષ થતા હોય તો આજરોજ મુકેશભાઈ સંઘાણીએ બહેરા મૂંગા સ્કૂલ ખાતે મુકબંધિર બાળકો સાથે ભારત દેશના મહાન બંધારણ નું પુજન કરી અને આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. મુકેશભાઈ સંઘાણી એ જણાવ્યું હતું કે ભારત દેશ વિવિધતામા એકતા માટે જાણીતો છે તે આ દેશના મહાન બંધારણને આભારી છે ત્યારે હું આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મુકબંધિર શાળાના બાળકો સાથે બંધારણનું પુજન કરી આ ધન્યતા અનુભવું છું. તેમણે જણાવ્યું હતું કે જેમ આ દેશના સામાન્ય નાગરિકને બધાજ અધિકારો પ્રાપ્ય છે તેવીજ રીતે આ દિવ્યાંગ બાળકોને પણ બધાજ અધિકારો પ્રાપ્ય છે અને તેજ આપણા દેશની વિશેષતા છે મુકેશભાઈ સંઘાણી સાહેબે આ અનોખી ઉજવણી કરી અને એક અનોખું ઉદાહરણ આપણા સૌની સમક્ષ પૂરું પાડ્યું છે ત્યારે મુકબંધિર શાળાના સંચાલક રઘુભાઇ ભટ્ટ જણાવે છે કે અમે વર્ષોથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંસ્થામાં કરતા આવિયા છીએ પરંતુ રાષ્ટ્રીય પર્વની આવી અનોખી અને ખરી ઉજવણી મેં પ્રથમ વખત જોઈ છે અને આવી અનોખી ઉજવણી માટે મુકેશભાઈ સંઘાણીએ અમારી સંસ્થા પસંદ કરી તે માટે અમે મુકેશ સંઘાણીનો આભાર માનીએ છીએ અને તેમના આ નવીનતમ વિચારમા અમને સહભાગી બનાવ્યા તે માટે તેમને અભિનંદન આપવાની સાથે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ મુકબંધિર શાળાના બાળકો મુકેશભાઈ સંઘાણી સાથે આત્મીયતા અને હર્ષઉલ્લાસ સાથે કાર્યક્રમમા જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકબંધિર શાળાના શિક્ષકોએ જહેમત ઉપાડી હતી. આ અનોખી ઉજવણીમા મુકેશભાઈ સંઘાણી સાથે અમરેલી શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોળીયા અને ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના સંચાલક કેવલભાઈ મહેતા પણ આ અનોખી ઉજવણીમા સહભાગી થયા હતા તેવું રઘુભાઇ ભટ્ટની યાદીમાં જણાવવામા આવેલ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.