ગઢડાના માલપરા ગામે તાલુકાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી - At This Time

ગઢડાના માલપરા ગામે તાલુકાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી


ગઢડાના માલપરા ગામે તાલુકાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માલપરા ગામની વાત્સલ્ય ધામ લોકશાળા ખાતે તાલુકાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે મામલતદાર એસ.આર.ત્રિવેદીએ આન,બાન અને શાન સાથે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપીગ્રામજનોને સ્વચ્છતા અંગે તેમજ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે સંકલ્પબધ્ધ બનવા આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે મામલતદાર એસ.આર.ત્રિવેદીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું.તેમજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓની ઝલક હાજર સૌએ નિહાળી હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ વીરાણી,ગઢડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.વાળા,જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ,કર્મયોગીઓ,વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ ઢસા ગામે મામલતદાર એસ. આર. ત્રિવેદી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકાર,રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.રક્તદાનનુ આયોજન ઢસા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ પંડ્યા તેમજ કેન્દ્રવર્તી શાળાએ કર્યું હતું.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.