કલર-હાર્ડવેરના વેપારી પરિવાર સાથે મુંબઈ લગ્ન પ્રસંગમાં ગયાને પાછળથી તસ્કરો ત્રાટકયા : 67000ની મતા ચોરાઈ - At This Time

કલર-હાર્ડવેરના વેપારી પરિવાર સાથે મુંબઈ લગ્ન પ્રસંગમાં ગયાને પાછળથી તસ્કરો ત્રાટકયા : 67000ની મતા ચોરાઈ


કોઠારીયા ગામે બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. કલર-હાર્ડવેરના વેપારી પરિવાર સાથે મુંબઈ લગ્ન પ્રસંગમાં ગયાને પાછળથી તસ્કરો ત્રાટકયા હતા. 67000ની મતા ચોરાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાઇ છે.
કોઠારીયા ગામમાં રહેતા અને કોઠારીયા મેઇન રોડ પર પરીમલ પેઇન્ટ એન્ડ હાર્ડવેર નામની દુકાન ચલાવી વેપાર કરતા પરીમલભાઈ ભરતકુમાર જીવરાજાની (ઉ.વ.43)એ આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તા. 19/1/2024 ના બપોરના બે વાગ્યાની આસપાસ હું તથા મારા માતા વર્ષાબેન બંને અમારા ઘરને તાળુ મારી મુંબઈ મારા માસીના દીકરાના લગ્ન પ્રસંગે ગયેલ હતા અને તા. 24/1/2024 ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ પરત ઘરે આવેલ અને મે મારા ઘરે જોતા મારી ડેલીને તાળુ મારેલ હતુ અને તાળુ ખોલી અંદર જઈ જોતા મારા મકાનની જાળીનું તાળુ તેમજ નકુચા તુટેલ હતા અને અંદર રૂમમાં જઈ જોતા સામાન વેર વીખેર હાલતમાં પડેલ હતો અને રૂમમાં રાખેલ લોખંડની બંને તીજુરીના લોક તૂટેલ હતા. લોખંડની મોટી તીજુરીમા રાખેલ રોકડ રૂ. 35000 તથા એક ચાંદીની ગાય તથા 15 ચાંદીના સીક્કા, લોખંડની નાની તીજુરીમાં રાખેલ રોકડા રૂ.5000 તથા 11 સોનાના નાકના દાણા જોવામાં આવેલ નહીં. કુલ મળી રૂ.67000ની માલમત્તાની કોઈ અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી લઈ ગયેલ હોય, પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.