રાજકોટનાં 8થી વધુ કોર્પોરેટરની ફરિયાદ, સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું- તપાસ સમિતિ નિમાશે, CM સુધી રજૂઆત કરાશે
રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ હવે કોર્પોરેટરોએ પણ કરી છે. શહેરમાં થતા ગેરકાયદે બાંધકામો ટાઉન પ્લાનિંગ શાખાની રહેમ નજર હેઠળ જ થઈ રહ્યા હોવાના આક્ષેપોને હવે 8 કરતા વધુ કોર્પોરેટરોએ સમર્થન આપ્યું છે. આ અંગે શાસક પક્ષનાં કોર્પોરેટરોએ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જયમીન ઠાકર સમક્ષ રજૂઆત કરી હતી. અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરોનાં ફોન પણ નહીં ઉપાડતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ રજૂઆતની ગંભીરતા ધ્યાનમાં લઈને સ્ટેન્ડિંગ ચેરમેન ઠાકરે મ્યુ. કમિશ્નરને જાણ કરીને તપાસ સમિતિ નિમવા જણાવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી સુધી આ મામલે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.