કોલેજો-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને તેવા કોર્સ શરૂ થશે
વિદ્યાર્થીઓ માટે યુનિ.માં ‘સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ’ની સ્થાપના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે વિવિધ સ્કિલ્સ ડેવલપ થાય એવા શુભ હેતુથી ‘સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ’ની સ્થાપના કરવામાં આવી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરી દવેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 અંતર્ગત વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની શકે એ માટેની તાલીમ પામે એવા કોર્સિસ યુનિવર્સિટી તથા કોલેજો દ્વારા ચલાવવામાં આવે તે હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ થાય અને નવા નવા કૌશલ્યો શીખી અને આત્મનિર્ભર બને એ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.