ભાવનગર રેલ્વે મંડલના અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાતા દિવસ પર શપથ લીધા
ભાવનગર રેલ્વે મંડલના અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાતા દિવસ પર શપથ લીધા
14મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા ડિવિઝનલ ઓફિસ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ,ડીઆરએમ રવીશ કુમાર અને એડીઆરએમ હિમાઁશુ શર્મા સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો ભાવનગર ડિવિઝનના સ્ટેશનો પર પણ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્ટેશન પર કામ કરતા કર્મચારીઓ,સુપરવાઈઝર અને અધિકારીઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો તમામ કર્મચારિયો અને અધિકારિયોએ દેશની લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને,ધર્મ,વર્ગ,જાતિ,સમુદાય,ભાષા કે અન્ય કોઈ પ્રલોભનોથી પ્રભાવિત થયા વિના,લોકશાહી પરંપરાઓ,ગૌરવને જાળવી રાખીને સ્વતંત્ર,ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાને અકબંધ રાખીને ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લીધા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.