રાજકોટમાં RTOની ડ્રાઈવ, ગ્રીનલેન્ડ ચોકડીએ LED લાઈટ લગાવીને જતાં 23 વાહનોને રૂ. 23 હજારનો દંડ ફટકાર્યો
રાજકોટમાં RTOની ટીમ દ્વારા ગતરાત્રે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. LED લાઈટ લગાવતા વાહનોને કારણે અન્ય વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાનું સામે આવતા આરટીઓ કચેરીની ટીમ દ્વારા ગતરાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં LED લાઈટ લગાવીને જતા 23 વાહનોને રૂ.23,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.