ધંધુકા ઝંઝરકા ખાતે અયોધ્યા પુન:પ્રાણ પ્રતિષ્ઠાથી પરત આવતા સંત શ્રી શંભુનાથજી ટુંડીયાનું ભવ્ય સ્વાગત કરાયું.
ધંધુકા ઝંઝરકા ખાતે અયોધ્યા પુન:પ્રાણ પ્રતિષ્ઠાથી પરત આવતા સંત શ્રી શંભુનાથજી ટુંડીયાનું ભવ્ય સ્વાગત કરાયું.
ગઢડા વિધાનસભાના ધારાસભ્ય અને ઝાંઝરકા ઘામ મહંત શ્રી શંભૂનાથજી ટુંડીયા તથા ગાદીપતિ મહંત શ્રી યોગીનાથજી ટુંડીયાનું ધંધુકા લીંબડી ત્રણ રસ્તાથી લઈને ઝાંઝરકા ધામ સુધી ડીજે, બાઈક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાયેલ ભવ્ય રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગઢડા વિધાનસભાના ધારાસભ્ય અને ઝાંઝરકા જય સવૈયાનાથ સવગુણ મંદિરના મહંત શ્રી શંભુનાથજી તુંડીયા અને મહંત શ્રી યોગીનાથજી તુંડીયાને અયોધ્યા કમિટી દ્વારા રૂબરૂ ઝાંઝરકા પધારી આમંત્રણ પાઠવવામા આવ્યું હતું. અયોધ્યા ખાતે સંત મહંતો સાથે બંને મહંતોએ હાજરી આપી હતી. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરી ગઈ કાલે પોતાના ધામ પધારી રહ્યા હતા તે સમયે ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પાસે ખૂબ મોટી સંખ્યામાં મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મહંતને ફૂલહાર તથા પુષ્પ ગુંજથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લીંબડી ત્રણ રસ્તાથી ઝાંઝરકા સુધી બાઇક સાથે ડીજે રેલી પણ યોજાઇ હતી. સમસ્ત ઝાંઝરકા ધામના લોકો દ્વારા મહંતોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સમગ્ર સનાતન ધર્મમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાઇક રેલીમાં આજુબાજુ ગામના સરપંચો,ગઢડાથી ભાવિ ભક્તો તેમજ ઝાંઝરકા તથા આજુબાજુના સમસ્ત હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વચન લીધા હતા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.