બાલાસિનોર રૈયોલી ડાયનાસોર ફ્રોસીલ પાર્ક ગામ સિંચાઈ સુવિધાથી વંચિત - At This Time

બાલાસિનોર રૈયોલી ડાયનાસોર ફ્રોસીલ પાર્ક ગામ સિંચાઈ સુવિધાથી વંચિત


મહીસાગર બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સિંચાઈ સુવિધાથી આ ગામને વંચિત રાખવામાં આવ્યું છે

બાલાસિનોર થી આશરે 14 કિલોમીટરના અંતરે આવેલું વિશ્વના ત્રીજા નંબરનું અને ભારતનું પ્રથમ નંબરનું ડાયનાસોર ફોસિલ પાર્ક રૈયોલી ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આ ગામમાં આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં સિંચાઈ સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે બાજુમાં જેઠોલી (ભાટીયા તળાવ) આશરે 1.5 km ના અંતરે આવેલ છે અને બાજુમાં જ બીજું ગામ ગુથલી ઘુવેડીયા તળાવ (એક) કિલોમીટરના અંતરે આવેલ છે છતાં પણ આ ગામને સિંચાઈ સુવિધાથી કયા કારણોસર વંચિત રાખવામાં આવ્યું છે તે ચર્ચાનો વિષય છે આજથી 35 થી 40 વર્ષ અગાઉ તાત્કાલીન સરપંચ ઉદેસિંહ બી ચૌહાણ દ્વારા જેઠોલી ભાટિયા તળાવમાંથી સિંચાઈ સુવિધા માટે માગણી કરેલ હતી તે માગણી આજ દિન સુધી રૈયોલી ગામના ગ્રામજનોની રહી છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે કે પછી સરકાર કે કોઈ રાજનીતિના કારણે આ ગામને સિંચાઈ સુવિધા આપવામાં આવેલ નથી તે આ આજનો ચર્ચા તો વિષય છે આ તળાવમાંથી સુતારીયા દેવ સુધી અને અન્ય ઘણા ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે જ્યારે ઘુવડના તળાવ માથી ગુથલી જોરાપુરા મેઘલીયા સરોડા જેવા અન્ય ઘણા ગામોને સિંચાઈની સુવિધા મળે છે પરંતુ કમ નસીબ ની વાત એ છે કે રૈયોલી જેવા ગામને સાવ નજીક હોવા છતાં સિંચાઈ સુવિધા સરકાર દ્વારા આપવામાં આવેલ નથી એક બાજુ સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી કરવી છે પરંતુ કઈ રીતે બમણી કરવી છે

ડાયનાસોર ફોસિલ પાર્ક વિશ્વ લેવલે પણ નામના મેળવે છે દેશ વિદેશના પ્રવાસીઓ આ ગામની અવારનવાર મુલાકાતો લે છે પરંતુ વિકાસના નામે જોવામાં આવે તો કોઈપણ પ્રકારનો વિકાસ કરવામાં આવેલ નથી અને રસ્તા નું કામ હોય કે પછી ગુજરાત સરકાર દ્વારા ચાલતી એસ.ટી હોય વિકાસ માત્ર કાગળ ઉપર જ છે તેમ આ ગામના ગ્રામજનો જણાવે છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી ના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે આ ગામના ગ્રામજનો પણ હવે મક્કમતા બતાવીને આગળ જણાવે છે કે રૈયોલી ગામને જો સિંચાઈની સુવિધા આપવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમ ગ્રામજનો જણાવે છે

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.