જસદણના દહીસરા ગામે દોઢ માસથી વધારે 50 થી વધુ ઘર પાણી વિહોણા : સરપંચે જ્ઞાતિ પ્રત્યેનો રાગદ્રેશ રાખ્યો હોવાનો આક્ષેપ - At This Time

જસદણના દહીસરા ગામે દોઢ માસથી વધારે 50 થી વધુ ઘર પાણી વિહોણા : સરપંચે જ્ઞાતિ પ્રત્યેનો રાગદ્રેશ રાખ્યો હોવાનો આક્ષેપ


જસદણના દહીસરા ગામે દોઢ માસથી વધારે 50 થી વધુ ઘર પાણી વિહોણા : સરપંચે જ્ઞાતિ પ્રત્યેનો રાગદ્રેશ રાખ્યો હોવાનો આક્ષેપ

( હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
દહીસરા ગામના વલકુભાઈ સુરિંગભાઈ ધાધલે જસદણ પ્રાંત અધિકારીને અરજી આપી હતી જેમાં જેને જણાવ્યું હતું કે દહીસરા ગામે અમારા વોર્ડ નંબર નવમાં 50થી વધારે ઘર છે અને છેલ્લા દોઢ માસથી પંચાયત દ્વારા પાણી આપવામાં આવતું નથી તેમ જ આ બાબતે સરપંચ ને જાણ કરવામાં આવેલ જે વોર્ડ નંબર 9 ની મોટર અલગ હોય ત્યારે મોટર ખરાબ હોવાથી અવારનવાર રજૂઆત કરવા છતાં સરપંચે જ્ઞાતિ પ્રત્યેનો રાગદ્રેશ રાખી દહીસરાના વોર્ડ નંબર 9 માં પાણી આપતા નથી જેને લઈને 14 ડિસેમ્બર 2023 ના રોજ જસદણ પ્રાંત અધિકારી તેમજ જસદણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપવામાં આવી હતી. ત્યારે આજરોજ 24 જાન્યુઆરી 2024 ના સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. અને હજુ પાણી આપવામાં આવ્યું નથી જે વલ્કુભાઈ ધાધલે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.