અયોધ્યામાં થયેલ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં ફટાકડાનો તણખો ફુલેકામાં પડયો: બે યુવાનોને જાનૈયાઓએ ઢીકાપાટુનો માર માર્યો
સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે અયોધ્યામાં થયેલ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહેલા યુવાનો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ફુલેકામાં ફટાકડાનો તણખો પડતા જાનૈયાઓએ બે યુવાનોને માર મારતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જીવરાજપાર્કમાં વસંત એવન્યુમાં રહેતા ધ્રુવ ગીરીશ વાછાણી (ઉ.23) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધર્મેશ રમેશ ચૌહાણ (રહે. સેવક ધુણીયા, જામનગર) અને પંકજ કાનજી રાઠોડ (રહે. ભારતનગર ટાઉનશીપ)નું નામ આપી જણાવ્યું હતું કે તેઓ સુવર્ણ કોમ્પ્લેક્ષમાં ક્રિષ્ના કેન્ડી નામની દુકાન ધરાવે છે.
ગઈકાલે રાત્રીના નવેક વાગ્યે તે દુકાને હતો ત્યારે તેમના પીત્રાઈ ભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે મારા નાના પુત્ર પ્રયાણને ફલેટ નજીક આવેલ ખોડીયાર પાર્ટી પ્લોટ પાસે કોઈ સાથે ઝઘડો થતા માર મારેલ છે.
જેથી ફરીયાદી બનાવ સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવકને બનાવ અંગે પૂછતા જણાવેલ કે હું તથા મારા મીત્રો ખોડીયાર પાર્ટીપ્લોટ પાસે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના કારણે ફટાકડા ફોડી ઉજવણી ક્રતા હતા ત્યારે બાજુમાં આવેલ પાર્ટીપ્લોટમાં પણ લગ્ન હોય જેનું ફુલેકુ નીકળતા ફટાકડાનો તીખારો ફુલેકામાં આવેલ ગાડીમાં ભટકાતા અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારેલ હતો.
જે બાદ ફરીયાદી અને તેનો ભાઈ ફુલેકામાં જઈ બનાવ બાબતે પૂછતા બે અજાણ્યા શખ્સો આવી ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. જે બાદ પોલીસની ગાડી આવી જતા બન્નેને પોલીસ મથકે લઈ ગયેલ હતા. બનાવ અંગે ફરીયાદ પરથી તાલુકા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.