ધંધુકા તાલુકા આજુબાજુમાં ફક્ત એક જ સીએનજી પમ્પ હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા
ધંધુકા તાલુકા આજુબાજુમાં ફક્ત એક જ સીએનજી પમ્પ હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા
ધોલેરા, ધંધુકાથી લઈને અમદાવાદ જવાના રસ્તે ફક્ત એકજ સીએનજી પમ્પ ફેદરા ખાતે હોઈ ઉર્સ જેવા મોટા તહેવારમાં ખુબ જ ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ ઉર્સનો તહેવાર હોવાથી અલગ અલગ જિલ્લામાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો સીએનજી પોતાની રીક્ષા, પ્રાઇવેટ વાહનો લઈને આવતા હોય છે. તેમાં ગઈ કાલે ભડીયાદ ખાતે ઉર્સ હોય એક માત્ર સીએનજી પમ્પ ફેદરા ખાતે ખુબ લાંબી કતારો જોવા મળી હતી. લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા હતા. રીક્ષા, ઇકો ગાડી, તેમજ અન્ય સીએનજી ગાડીઓમાં ખુબ મોટી લાઈનમાં લાગી હતી. સીએનજી વહાનચાલકો દ્વારા માંગ ને આશા વ્યક્ત કરી હતી કે ધંધુકા કે ધંધુકાની નજીકમાં એક સીએનજી પમ્પ બનાવવામાં આવે તો વાહનચાલકોને ભોગવી પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.