કાળાસર ગામે શ્રીમતી એસ.બી.ગાર્ડી વિદ્યાલય કાળાસરમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
(ભરત ભડણીયા દ્વારા જસદણ)
500 - 500 વર્ષથી સમગ્ર હિન્દુસ્તાન જેની રાહ જોઈ રહ્યું હતું આજે આખરે એ સ્વપ્નું પૂર્ણ થયાનો અનહદ આનંદ છે. આજનો દિવસ ભારતવર્ષના ઇતિહાસના પાને કોતરાઈ ગયો છે. પૂર્ણ ભારતમાં આજે હર્ષોલ્લાસ છે ત્યારે આપણે કેમ બાકાત રહી શકીએ? ત્યારે જસદણ તાલુકાના કાળાસર ગામે શ્રીમતી એસ.બી.ગાર્ડી વિદ્યાલય કાળાસરમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ શાળાની બાળાઓ છેલ્લા કેટલાય દિવસથી ભગવાન રામને સ્વાગત કરવા તૈયારી કરી રહી હતી. ધો.9 ની બાળાઓએ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી જ્યારે શબરીની ઝૂંપડીએ પધારે છે, એમના ચરણ પખાળે છે અને પોતાના એઠાં બોર ભાવથી ખવરાવે છે એ ઘટનાને હૂબહૂ અભિનય દ્વારા રજૂ કરી સૌને ભાવવિભોર બનાવી મૂક્યા હતા. ઉપરાંત અન્ય બાળાઓએ ' मेरे घर राम आए है...' ગીત પર અભિનય કરી ભગવાનનું સ્વાગત કર્યું હતું. વાતાવરણને રમામય બનાવી દીધું હતું. ધો.10 ની બહેનોએ સરસ મજાની રંગોળી દોરીને શ્રી રામ ને રીઝવવાની કોશિશ કરી હતી. ધો. 9 અને 10 ના ભાઈઓએ શબરીની ઝૂંપડી જેવી અમારી નાનકડી શાળાને ધજા પતાકા અને ફુગ્ગા તેમજ 511 દીપક પ્રગટાવીને સોળે કળાએ શણગારી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધો.10ના વિદ્યાર્થી કાગડીયા ભાવિનભાઈએ કર્યું હતું. સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા પણ ધો.10 ના ભાઈ કરણભાઈ દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી પારૂલબેન ખડદિયા તથા કર્મચારીઓ શ્રી. ડાભીસાહેબ, શ્રી નીતાબેન તથા શ્રી રોહિતભાઈ જ્ઞાનસહાયક શ્રી વિભૂતિબેન તથા પાચીબેનના સહયોગથી સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.