*દિવાળીથી સવાયો ઉમંગ, શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા અવસરે ભગવાનશ્રી રામના હરખભેર વધામણાં*
*દિવાળીથી સવાયો ઉમંગ, શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા અવસરે ભગવાનશ્રી રામના હરખભેર વધામણાં*
તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે તા.22 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાનશ્રી,અનેક આચાર્યો-સંતો- મહંતો- ભકતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.આ પ્રસંગે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આપેલ આદેશ મુજબ હિંમતનગર B.A.P.S. સ્વામિનારાયણ મંદિરે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે આ ઉત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા.21 જાન્યુઆરીએ રવિસભામાં સંસ્થાના વિદ્વાન સંત પૂ.પ્રિયસ્વરૂપ સ્વામીએ પ્રભુ શ્રી રામના જીવન દ્વારા આદર્શ માનવ બનવાની પ્રેરણા આપી હતી.તા.22 જાન્યુઆરી,સોમવારે હિંમતનગર B.A.P.S. મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રી રામને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો અને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મંદિરના ચોકમાં શ્રી રામમંદિરની ચિત્ર પ્રતિમા પધરાવી સુંદર સુશોભન કરવામાં આવ્યું હતુ અને અક્ષત દ્વારા ભગવાન શ્રી રામની ચિત્ર પ્રતિમાની અદભૂત રંગોળી રચવામાં આવી હતી. ઉપરાંત 250 ફૂટ લંબાઈની ફુલોની રંગોળીથી મંદિરનું પ્રાંગણ સજાવવામાં આવ્યું હતું. વળી 500 જેટલાં દિવાઓ અને L.E.D. દિપકો વડે સમગ્ર મંદિર પરિસર શણગારવામાં આવ્યું હતું.
શહેરની જનતા પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણનો લાભ લઈ શકે તે હેતુથી મંદિરના સભાગૃહમાં વિશાળ વિડિયો સ્ક્રીન ઉપર પ્રસારણ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું. ત્યાર બાદ સમૂહ આરતી દ્વારા પ્રભુ શ્રી રામ લલ્લાની ભક્તિપૂર્વક વધામણી કરવામાં આવી. તમામ ભાવિકો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી. આ ઉપરાંત રાત્રે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પૂ.સંતોના માર્ગદર્શનથી આ ઉત્સવની તૈયારીમાં બાળ - બાલીકા, યુવક - યુવતીઓ, વડિલો અને મહિલા હરિભક્તો ખૂબ જ ઉત્સાહ ભેર જોડાયા. સનાતન ધર્મનો વિશ્વમાં ડંકો વગાડતા ભગવાન શ્રી રામચંદ્રજીના આ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળીની જેમ ઉજવવામાં આવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.