ધોલેરા તાલુકાના ભડીયાદ મહેમૂદ શાહ બુખારી દાદાનો ઉર્સ માં વિશાળ સંખ્યામાં પગપાળા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. - At This Time

ધોલેરા તાલુકાના ભડીયાદ મહેમૂદ શાહ બુખારી દાદાનો ઉર્સ માં વિશાળ સંખ્યામાં પગપાળા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા.


અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડીયાદ મહેમૂદ શાહ બુખારી દાદાનો ઉર્સ માં વિશાળ સંખ્યામાં પગપાળા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા.

કોમી એકતાના પ્રતીક ઉર્સ માં બાધાઓ પુરી કરાય છે નિશાન મુબારક દરગાહ શરીફ ના ઝુંબજ ઉપર ફેંકીને ચડાવાય છે.

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડીયાદ (પીર) ભાલ પંથક ખાતે આવેલા હજરત રોશન જમીન શહીદ મહેમદ શાહ બુખારી દાદાના ઉર્સ પ્રસંગે ભાવનગર ,અમદાવાદ ,સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માંથી પગપાળા મેદની માં હજારો શ્રદ્ધાળુઓ માનતા માટે દરગાહ ખાતે પહોંચ્યા હતા.

વર્ષો વર્ષ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડિયાદમાં આવેલા હજરત રોશન ઝમીર શહીદ મહેમદ શાહ બુખારી નો ઉર્સ (મેળો) યોજવામાં આવે છે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાધા કરવા પગપાળા ઉર્સમાં આવે છે આ દરગાહ શરીફમાં સૌ પ્રથમ નિશાન દલિત સમાજનું નિશાન ચડે છે ત્યારબાદ વડોદરા ના મુસ્લિમ ધોબી સમાજનું નિશાન ચડે છે તે જ રીતે હિન્દુ મોદી સમાજ દ્વારા સૌ પ્રથમ આ દરગાહ શરીફમાં ઉર્સ પ્રસંગે ચાદર ચડાવવામાં આવે છે જેમાં ખાસ કરીને નિશાન મુબારક દરગાહ શરીફના ઝુંબસ ઉપર ફેંકીને ચડાવવામાં આવે છે.

આ પ્રસંગે અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગર જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહે છે અને દોમ બુખારી દાદા ના નારા લગાવવામાં આવે છે ભડીયાદ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈ ચારા નું પ્રતીક છે ઉર્સ પ્રસંગે પગપાળા મેદની ના તમામ રુટ ઉપર સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા ગામેગામ ચા નાસ્તો જમવાનું સહિતની વિના મૂલ્ય સેવા અપાય છે.

ઉર્સ પ્રસંગે અમદાવાદ કલેક્ટર ધંધુકા પ્રાંત ઓફિસર ધંધુકા ધોલેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રસંસનીય કામગીરી કરી હતી જેમાં પાણી વીજળી આરોગ્ય કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત ખડે પગે રહ્યો હતો એસટી તંત્ર દ્વારા પગપાળા આવેલા શ્રદ્ધાળુઓ માટે પરત જવા માટે સતત 24 કલાક એસટી બસો દોડાવી હતી આમ ભડીયાદ ઉર્સ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.