બાલાસિનોરની આર્ટસ-કોમર્સ કોલેજમાં ટ્રાફિક અવરનેશ અને સાઈબર ક્રાઇમ અંગેનો સેમિનાર યોજાયો
.
બાલાસિનોર: કોલેજ સભાગૃહમાં લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા સાયબર ક્રાઇમ અને ટ્રાફિક અવરનેસ અંગેનો સેમિનાર બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન અને આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી યોજાયો હતો.
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ બી.આર. ગૌડએ સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે આજે મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી
ઉપયોગી કામો તો થાય છે જ પરંતુ આ સુવિધાઓનો કેટલાક તત્વો દ્વારા દૂર ઉપયોગ કરી આર્થિક અને અન્ય નુકસાન પહોંચાડે છે જેને લઈને ખૂબ સાવચેથીભર્યો મોબાઇલનો ઉપયોગ કરવો જોઈએ. લોન આપવાના મેસેજ ,ક્રેડિટ-ડેબિટ કાર્ડ લેવાના મેસેજો, કેવાયસી, આધારકાર્ડ અપડેટ કરવાના મેસેજોની માયાજાળમાં આવી નહીં આવી જવા અને ચોક્કસ તપાસ કર્યા પછી નિર્ણય લેવો હિતાવહ છે. તેઓએ યુવાનોને ઇન્ટરનેટ પર આવતી અનેક એપ્લીકેશનો અંગે તેમજ સાયબર ક્રાઈમનો કેવી રીતે સંપર્ક કરવો,ફરિયાદ કરવી તે અંગે પણ માહિતી આપી હતી.
જ્યારે પી.એસ.આઇ. કે.આર. ચાવડાએ ટ્રાફિક જાગૃતતા અંગે જણાવ્યું કે,ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, હેલ્મેટ પહેરવી ,સીટબેલ અવશ્ય પહેરવો, ઓવર સ્પીડ ન કરવી,તેમજ ટ્રાફિક, માર્ગ સલામતી અંગે જરૂરી માર્ગદર્શન યુવાન વિદ્યાર્થીઓને આપ્યું હતું.
કાર્યક્રમમાં પોલીસની સી ટીમ દ્વારા પણ મહિલાઓને થતી કનડગત, મોબાઈલ ફોનથી થતી હેરાનગતિ,અંગે જાણકારી આપી મહિલાઓ ડર્યા વિના સંકોચ વિના પોલીસની સી ટીમનું સંપર્ક કરવા જણાવ્યું હતું.
કોલેજના આચાર્ય ડો.દિનેશભાઈ માછીએ આ સેમિનારનું મહત્વ સમજાવ્યું હતું ત્યારે લાયન્સ સેક્રેટરી પ્રવીણભાઈ સેવકે લાયન્સ ક્લબની જરૂરી માહિતી વિદ્યાર્થીઓને આપી હતી આ સેમિનારમાં લાયન્સ ક્લબના પ્રમુખ લા. રુચિરભાઈ ઉપાધ્યાય,લા.વસંતભાઈ ઉપાધ્યાય, કોલેજના પ્રોફેસર, વિદ્યાર્થીઓ તેમજ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.