અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બોટાદમાં 22 જાન્યુઆરીએ માર્કેટિંગ યાર્ડમાં જાહેર રજા રહેશે
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બોટાદમાં 22 જાન્યુઆરીએ માર્કેટિંગ યાર્ડમાં જાહેર રજા રહેશે
બોટાદમાં આવેલ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડમાં આગામી 22મી જાન્યુઆરીએ જાહેર રજા રાખવાનો નિર્ણય કર્યો છે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રજા જાહેર કરવામાં આવી છે શાકભાજી સહિતની તમામ હરાજીઓ બંધ રહેશે તમામ ખેડૂતો અને લોકોને 22મી જાન્યુઆરીએ ભવ્ય ઉત્સવની જેમ ઉજવણી કરી દિપ પ્રાગટ્ય કરવાની ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી છે જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેને લઈ સમગ્ર દેશ વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અલગ અલગ રીતે નામ ભક્તો ઉજવણી કરવાના છે ત્યારે બોટાદ શહેરમાં આવેલ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ જ્યાં રોજના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા કપાસ સહિત અન્ય જણસીઓ વેચતા માટે આવતા હોય છે ત્યારે તમામ ખેડૂતો પણ આ મહોત્સવમાં જોડાઈ તેને લઈ યાડના ચેરમેન દ્વારા આગામી 22મી જાન્યુઆરીના રોજ યાર્ડમાં જાહેર રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં યાર્ડમાં શાકભાજી સહિત તમામ હરાજીઓ બંધ રહેશે સમગ્ર બોટાદ જિલ્લાના ખેડૂતો અને લોકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાના ઘરે ઉજવણી કરે અને દીપ પ્રાગટ્ય કરે તેમ બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયા એ જણાવ્યું હતું.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ. મોં.78780 39494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.