વિસાવદરમાં આમઆદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
અતિવૃષ્ટિ બાદ આપવામાં આવતા વળતરમાં સુધારો કરવા મુદ્દે 'આપ' દ્વારા મામલતદારના માધ્યમથી કૃષિ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આપ' પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ અને જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
ખેતીના ખર્ચા પણ વધ્યા છે અને મોંઘવારી પણ વધી છે, માટે ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ: રેશ્મા પટેલ
કૃષિમંત્રી એક ખેડૂત પુત્ર છે માટે તેમણે ખેડૂતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ: રેશ્મા પટેલ2015ના ઠરાવ મુજબ જે સહાય આપવામાં આવે છે તે વ્યાજબી નથી, માટે તેમાં સુધારો કરવો જોઈએ: રાજુભાઈ બોરખતરીયાઆમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ અને જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયાની આગેવાનીમાં વિસાવદર ખાતે મામલતદારના માધ્યમથી રાજ્યના કૃષિ મંત્રીને ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવા મુદ્દે આવેદનપત્ર પહોંચાડવામાં આવ્યું હતું. આ દરમિયાન હરેશભાઈ સાવલિયા, ડૉ. હિતેશ વઘાસિયા, મહેન્દ્ર ડોબરીયા, રતિલાલ માંગરોળીયા, નિર્મલ ચાવડા, કૈલાશ સાવલિયા, અરવિંદભાઈ સયજા, મુનેશભાઈ પોકિયા સહિત વિસાવદર તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકાર વર્ષો જૂના પરિપત્રોને ચલાવ્યા રાખે છે અને ખેડૂતોને 1000, 1500 કે 2500 રૂપિયાથી વધુ વળતર મળતું નથી. આ ગંભીર મુદ્દા પર આમ આદમી પાર્ટીની માંગણી છે કે સરકારે વળતરના મૂલ્યમાં સુધારો કરવો જોઈએ. વર્ષો જૂના કાયદા પ્રમાણે હાલ વળતર આપવામાં આવે છે, પરંતુ વર્ષો પહેલા તો બિયારણના ભાવ ઓછા હતા અને હાલ વધી ગયા છે અને સાથે સાથે મોંઘવારી પણ ખૂબ જ વધી ગઈ છે, તો ખેડૂતોના વળતરમાં પણ વધારો થવો જોઈએ.સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અમે મામલતદારને રજૂઆત કરી છે. ભારત એક ખેતીપ્રધાન દેશ છે, માટે આ મુદ્દા પર સરકારે ધ્યાન દોરવા જેવું છે. આપણા માનનીય કૃષિમંત્રી એક ખેડૂત પુત્ર છે માટે તેમણે ખેડૂતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની હકીકત આજે તમામ ખેડૂતો જાણી ગયા છે. અમારી માંગણી છે કે ખેડૂતોના વળતરમાં સુધારો કરવામાં આવે અને એક વ્યાજબી વળતર મળવું જોઈએત્યારબાદ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ બોરખતરીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમારી પાસે ખેડૂતોની ખૂબ જ ફરિયાદો આવતી હોય છે કે, ખેડૂતોને વળતર રૂપે જે રકમ આપવામાં આવે છે તેને લઈને ખેડૂત વર્ગમાં ખૂબ જ અસંતોષ છે. ઘણા ખેડૂતોને ફક્ત 1200 રૂપિયા મળ્યા છે. 2015ના ઠરાવ મુજબ જે સહાય આપવામાં આવે છે તે વ્યાજબી નથી, માટે તેમાં સુધારો કરવો જોઈએતે માટે આમઆદમી પાર્ટીદ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતું
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.