રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે જૈન આચાર્ય લોકેશજી અયોધ્યા જવા રવાના થશે. આચાર્ય લોકેશજી 17મી જાન્યુઆરીએ લખનૌમાં ઇન્ડિયાટીવી દ્વારા આયોજિત સંવાદ કોન્ક્લેવને સંબોધિત કરશે.
રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે જૈન આચાર્ય લોકેશજી અયોધ્યા જવા રવાના થશે.
આચાર્ય લોકેશજી 17મી જાન્યુઆરીએ લખનૌમાં ઇન્ડિયાટીવી દ્વારા આયોજિત સંવાદ કોન્ક્લેવને સંબોધિત કરશે.
‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નાં સ્થાપક જૈન આચાર્ય લોકેશજી રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા 18 થી 22 જાન્યુઆરી દરમિયાન અયોધ્યાની મુલાકાતે આવશે. તેઓ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૪ નાં રોજ લખનૌમાં ઈન્ડિયાટીવી દ્વારા આયોજિત સંવાદ ઈન્ડિયા કોન્ક્લેવને સંબોધિત કરશે.
રામજન્મભૂમિ ચળવળ દરમિયાન શાંતિ વાટાઘાટ કરનાર જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તર પ્રદેશ જતા પહેલા ‘અહિંસા વિશ્વ ભારતી’નાં મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ‘ભગવાન શ્રી રામ દરેકનાં છે. મહાપુરુષો કોઈ જાતિ, ધર્મ કે સંપ્રદાયનાં નથી હોતા, તેઓ માત્ર મનુષ્ય હોય છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એ ભારતીય અસ્મિતાનું પ્રતિક છે. હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ વગેરે તમામ ધર્મોમાં અયોધ્યાનું ધાર્મિક મહત્વ છે.
આચાર્ય લોકેશેજી પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાને ખૂબ જ સૌભાગ્યની વાત ગણાવી અને કહ્યું કે તેઓ ૧૮ થી ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી અયોધ્યામાં રોકાશે અને આ કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે સેંકડો વર્ષોનાં સંઘર્ષ બાદ લાખો લોકોની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે, તે દરેક માટે ખૂબ જ ખુશીની વાત છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૨ માં તેઓ ‘વિશ્વ હિન્દુ પરિષદ’નાં સેન્ટ્રલ ગાઈડન્સ બોર્ડના સન્માનિત સભ્ય હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.