હનુમાન મઢી પાસે મહિલા પર સમીરનો છરીથી હુમલો - At This Time

હનુમાન મઢી પાસે મહિલા પર સમીરનો છરીથી હુમલો


હનુમાન મઢી પાસે મહિલા પર પડોશી સમીર ફકીર નામના શખ્સે છરીથી હુમલો કરતા લોહીલુહાણ થયેલ મહિલાને સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે એરપોર્ટ રોડ પર હનુમાન મઢી પાસે રહેતા રૂપાબેન રામબહાદુર પરીહાર (ઉ.40)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સમીર ફકીરનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ અલગ અલગ જગ્યાએ ઘરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તે તેના નણંદ સુશીલાબેન અને તેમના પરીવાર સાથે રાત્રીના જમવા માટે ગયેલ હતા.
બાદમાં રાત્રીના સમયે તેમના પતિ તથા પુત્ર સાગર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય તેમને છોડાવવા તેણી વચ્ચે પડેલ ત્યારે બાજુના ઘરમાં રહેતો સલીમ ફકીર ધસી આવેલ હતો ત્યારે તે તેણીના પતિને ઝઘડો ન કરવા માટે સમજાવતો હતો અને ત્યાં હાજર ફરીયાદીની નણંદની પુત્રી તરફ તે જતો હતો ત્યારે તેને તેમની પાસે જવાની ના પાડતા ઉશ્કેરાયો હતો અને ગાળો આપી તેની પાસે રહેલ છરીથી એક ઘા ઝીંકી દીધો હતો. બાદમાં ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે.જી. જાડેજાએ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.